23 November, 2022 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલી-અનુષ્કા શર્મા (ફાઈલ તસવીર)
અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીને (Virat Kohli) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અનુષ્કા અને વિરાટ (Virushka) પોતાના નવા ઘરને (New Flat) લઈને ચર્ચામાં છવાયેલા છે. થોડાંક દિવસ પહેલા જ કપલે સિંગર કિશોર કુમારના (Singer Kishore Kumar) જુહૂ સ્થિત (Juhu Banglow)બંગલાને લીઝ પર લીધો હતો. તો હવે સમાચાર છે કે વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં ભાડેથી નવો ફ્લેટ લીધો છે.
વિરાટ અનુષ્કાએ ભાડે લીધું ઘર
રિપૉર્ટ પ્રમાણે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ મુંબઈના જૂહુ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે લીધો છે. કપલનો આલિશાન ફ્લેટ હાઈ રાઈઝ બિલ્ડિંગના ચોથે માળે છે. કહેવામાં આવી રહ્યું છે કે 1650 સ્ક્વેર ફીટમાં ફેલાયલ આ ફ્લેટનું ભાડું 2.76 લાખ રૂપિયા મહીને છે. એટલે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લગ્ઝરી ફ્લેટ માટે દર મહિને લગભગ પોણા ત્રણ લાખ રૂપિયા ભાડું આપશે.
ચર્ચા એ પણ છે કે વિરાટ અને અનુષ્કા પોતાના સ્વીટ હોમ માટે લગભગ સાડા સાત લાખ રૂપિયા ડિપોઝિટ કરી દીધા છે. માહિતી પ્રમાણે, અનુષ્કા અને વિરાટનો રેન્ટેડ ફ્લેટ પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનો છે. નવા અને સુંદર ફ્લેટમાંથી અનુષ્કા અને વિરાટ દરરોજ સમુદ્રના અદ્ભૂત દ્રશ્યનો લાભ ઊઠાવશે.
કેમ ભાડે લીધો ફ્લેટ?
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આ પહેલા ઑક્ટોબરમાં સિંગર કિશોર કુમારનો બંગલો પણ લીઝ પર લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જાણીતા સિંગરનો બંગલો ભાડે લઈને વિરાટ અનુષ્કાએ ત્યાં એક રેસ્ટૉરન્ટ શરૂ કરી છે.
આ પણ વાંચો : અલીબાગમાં ૧૯.૨૪ કરોડનો બંગલો ખરીદ્યો અનુષ્કા વિરાટે
આ સિવાય વર્લીના ઓમકાર બિલ્ડિંગમાં 35મા માળે અનુષ્કા વિરાટનું પોતાનો ફ્લેટ છે. માહિતી પ્રમાણે, વિરાટ અનુષ્કાના લક્ઝરી ફ્લેટની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. વિરાટ અનુષ્કાના ઘરમાં તે બધી જ સુવિધાઓ છે, જેને જોયા પછી ત્યાંથી આવાનું મન નહીં કરે. એટલું જ નહીં, કપલ પાસે વર્સોવામાં પણ પોતાનો આલીશાન ફ્લેટ છે.