midday

૪૯ વર્ષની સુસ્મિતાએ હજી લગ્ન કરવાનું માંડી નથી વાળ્યું

26 February, 2025 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ અલગ વાત છે કે અનેક રિલેશનશિપ પછીયે તેને યોગ્ય જીવનસાથી નથી મળ્યો
સુસ્મિતા સેન

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન ૪૯ વર્ષની થઈ ગઈ છે પણ તેનો ચાર્મ હજી જળવાયેલો છે. તે ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન દ્વારા ફૅન્સ અને ફૉલોઅર્સ સાથે ઘણી વખત સંપર્કમાં રહે છે. આવા જ એક સેશનમાં તેણે પોતાના દિલની લાગણી શૅર કરીને જણાવ્યું કે તે લગ્ન કરવા માગે છે, પરંતુ એ માટે યોગ્ય જીવનસાથી તો મળવો જોઈએને. હકીકતમાં ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન સુસ્મિતા સેને જણાવ્યું કે તે જયપુરમાં એક લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. આ સાંભળીને એક યુઝરે સુસ્મિતાને તેનાં લગ્નના પ્લાનિંગ વિશે સવાલ કર્યો. આ સવાલના જવાબમાં સુસ્મિતાએ કહ્યું કે ‘હું પણ લગ્ન કરવા ઇચ્છું છું, પરંતુ લગ્ન માટે કોઈ લાયક મળવું તો જોઈએ. લગ્ન કરવાનું કંઈ સહેલું થોડું છે. કહેવાય છે કે દિલનો સંબંધ ખૂબ જ રોમૅન્ટિક રીતે બને છે. આ મેસેજ દિલ સુધી પહોંચવો જોઈએ. આવું થશે ત્યારે હું પણ લગ્ન કરીશ.’

સુસ્મિતાનું અંગત જીવન ચર્ચાસ્પદ છે. તેના છેલ્લા પ્રેમપ્રકરણની વાત કરીએ તો સુસ્મિતા સેને મૉડલ રોહમન શૉલ સાથે અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. ખાસ વાત તો એ છે કે બન્ને વચ્ચે ૧૫ વર્ષનો તફાવત હતો, સુસ્મિતા ૧૫ વર્ષ મોટી હતી. આમ છતાં બન્ને લિવ-ઇન રિલેશનશિપમાં પણ હતાં, પરંતુ ૨૦૨૧માં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે બન્ને હજી પણ ઘણી વખત સાથે જોવા મળે છે.
આ પછી ૨૦૨૨માં સુસ્મિતાનું નામ IPLના સ્થાપક અને ભૂતપૂર્વ પ્રમુખ લલિત મોદી સાથે જોડાયું. લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર બન્નેના ઘણા ફોટો શૅર કર્યા અને ઍક્ટ્રેસને તેની બેટરહાફ ગણાવી. જોકે થોડા સમય પછી બન્નેનો સંબંધ તૂટી ગયો. સુસ્મિતાએ એક ઇન્ટરવ્યુમાં આ સંબંધ વિશે વાત કરી હતી અને એને ફક્ત એક તબક્કો ગણાવ્યો હતો. સુસ્મિતા આ સિવાય ભૂતકાળમાં ઘણી રિલેશનશિપમાં રહી ચૂકી છે.

sushmita sen celebrity wedding bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news