18 March, 2019 10:03 AM IST |
દીપિકાને મળી આવી ક્યુટ ભેટ
રણવીર સિંહે પત્ની દીપિકાને આપી આવી સુંદર, ક્યુટ ભેટ. શું કોઈ આવી ગિફ્ટ પોતાની પત્નીને આપવા વિચારી પણ શકે ખરો? પણ આ તો રણવીર સિંહ છે પોતાના અવનવા અવતાર અને વિચિત્ર કામ માટે સતત ચર્ચામાં રહેતા રણવીરને પત્ની દીપિકાને આપ્યા poop ઇમોજીવાળા સ્લીપર. જેને જોઈને દીપિકા ખૂબ જ ખુશ થઈ ગઈ. ગિફ્ટ મળ્યા બાદ દીપિકાના હાવભાવ તમને પણ હસતાં કરી દેશે એ નક્કી. આ ગિફ્ટ મેળવ્યા પછી પદ્માવત અભિનેત્રી દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નવા મળેલ સ્લીપરની સ્ટોરી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ પરથી એ તો નક્કી છે કે આ સ્લીપર દીપિકાને કેટલા ગમ્યા છે અને તે રણવીર સિંહ પ્રત્યે પ્રેમ આ રીતે દર્શાવે છે તેને મળેલી ભેટ માટે દીપિકાએ હેશટેગ બેસ્ટ ગિફ્ટ એવર શબ્દોનો ઉપયોગ કર્યો છે અને સાથે જ તેણે લખ્યું છે હસબન્ડ નૉઝ મી બેસ્ટ એટલે કે પતિ (રણવીર) મને ખૂબ જ સારી રીતે ઓળખે છે. ખરેખર, આપણને પણ આ ક્યુટ ક્યુટ સ્લીપર્સ એટલા જ ગમવા લાગે એવા છે. શું તમને આ ક્યુટ અને સુંદર નથી લાગતાં???
ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દીપિકા તેના નવા સ્લીપર્સ સાથે નાચતી કુદતી જોવા મળે છે અહીં તેનું બાળપણ, તેની મસ્તી આ સ્લીપર તેને કેટલા બધાં ગમી ગયા છે તે સ્પષ્ટ થાય છે. દીપિકાને આમ એક્સાઇટેડ અને મસ્તી કરતી જોવું રણવીર માટે પણ એક સુખદ દ્રશ્ય રહ્યો હશે. દીપવીર સેલેબ્રિટિ કપલ છે તેની સાથે તે સામાન્ય કપલ જેવા જ પ્રેમાળ પણ છે તે અહીં જોવા મળે છે.
આ પણ વાંચો : આજે રિલીઝ થશે કલંકનું પહેલું ગીત, ટીઝરમાં વરુણ અને આલિયા લાગે છે સુંદર
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દીપિકાએ તેના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું ત્યારે દીપિકા પાદુકોણની સાથે લંડનમાં આવેલ મ્યુઝિયમમાં રણવીર સિંહ તેમજ બન્નેના માતા પિતાએ હાજરી આપી હતી.