બૉલિવૂડના એ અભિનેતાઓ જેમને ડ્રીમગર્લ હેમા માલિની સાથે કરવા હતા લગ્ન

16 October, 2022 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જિતેન્દ્ર, સંજિવ કુમાર અને રાજકુમાર પણ હેમા માલિની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા.

હેમા માલિની

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની(Hema Malini Birthday)નો આજે જન્મદિવસ છે. આટલા વર્ષો પછી પણ તેની સુંદરતામાં કોઈ કમી આવી નથી. ડ્રીમ ગર્લ અને બસંતીના પાત્રથી લાખો દિલો પર રાજ કરનાર અભિનેત્રીના માત્ર ચાહકો જ નહીં પણ કલાકારો પણ દિવાના હતા. હેમાજીએ પોતાના ફિલ્મી કરિયરમાં શાનદાર ફિલ્મો કરી છે જે સુપરહિટ રહી છે. એક્ટિંગની સાથે હેમા માલિની અદભૂત ડાન્સ પણ કરે છે.

74 વર્ષીય અભિનેત્રી માત્ર પોતાની ફિલ્મી કરિયરમાં જ નહીં પરંતુ રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હેમા માલિની જ્યારે 10મામાં ભણતા હતા ત્યારે તેમને ફિલ્મોની ઓફર મળવા લાગી અને જ્યારે તેઓ 11મા ધોરણમાં ગયા ત્યારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ ફિલ્મ વર્ષ 1961માં આવી હતી. તે `પાંડવ વનવાસન` નામની તેલુગુ ફિલ્મ હતી.

આ પણ વાંચો: ગુજરાતી અભિનેતા યશ સોનીએ બર્થડે પર બેસ્ટ ગિફ્ટનો યશ કોને આપ્યો? જુઓ વીડિયો

સાત વર્ષ પછી એટલે કે 1968 માં, તેણે હિન્દી ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ આજે અમે તમને હેમા માલિનીના ફિલ્મી કરિયર વિશે જણાવવાના નથી. આજે અમે તમને એવા અભિનેતાઓ વિશે જણાવીશું જે હેમા માલિની માટે દિવાના હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા.

રાજકુમાર
તમે બધા પીઢ અભિનેતા રાજકુમારને જાણતા જ હશો. આ એક્ટર, જે પોતે પણ ખૂબ જ હેન્ડસમ લાગે છે પરંતુ તે હેમાના દિવાના હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે હેમાજીને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું, પરંતુ હેમા માલિનીએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો.

સંજીવ કુમાર
પોતાના સમયના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક સંજીવ કુમાર પણ હેમા માલિનીની સુંદરતાના દિવાના હતા. વર્ષ 1970માં હેમાજીને પ્રપોઝ કરવા સાથે તેઓ તેમના માતા-પિતાને મળવા ગયા હતા, પરંતુ હેમા માલિનીએ તેમની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી સંજીવ કુમારે કોઈની સાથે લગ્ન કર્યા ન હતા અને 47 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

આ પણ વાંચોઃ Uber ડ્રાઈવરે અભિનેત્રીને આપી ધમકી, ગાડી રોકવા કહ્યું તો વધારી સ્પીડ, જાણો મામલો

જિતેન્દ્ર
 
આ યાદીમાં જિતેન્દ્રનું એક નામ પણ સામેલ છે. સમાચાર અનુસાર, જીતેન્દ્ર હેમાજી સાથે લગ્ન કરવાના હતા, પરંતુ ધર્મેન્દ્ર તેમની વચ્ચે આવી ગયા અને તેમના લગ્ન ન થઈ શક્યા.

ધર્મેન્દ્ર
હેમા માલિની માટે ધર્મેન્દ્રના જુસ્સા વિશે બધા જાણે છે. ધર્મેન્દ્ર હેમાને એટલો પ્રેમ કરતા હતા કે તેણે તેમની સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. વર્ષ 1979માં બંનેએ લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

bollywood news hema malini dharmendra