13 April, 2019 07:20 PM IST |
આલિયા ભટ્ટ પાસે નથી ભારતીય પાસપોર્ટ
એકતરફ લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી તરફ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પ્રમોશન ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે કહ્યુ હતું કે, તે વોટ આપી શકે તેમ નથી. ઈન્ડિયા ટૂડે સાથેના એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે આ વિશે ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યૂ દરમિયાન વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી અને આદિત્ય રોય કપૂરને લોકસભા ચૂંટણીમાં વોટ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.જેના જવાબમાં આલિયા ભટ્ટ સિવાય અન્ય સ્ટાર્સે મતદાનને સમર્થન કર્યુ હતું અને લોકોને પણ મતદાન કરવા કહ્યું હતું. જો કે આલિયા ભટ્ટે મતદાનને સમર્થન તો કર્યું હતુ પણ પોતે મત આપી શકે તેમ નથી તેમ સ્વીકાર્યું હતું.
આલિયા ભટ્ટ પાસે ભારતીય પાસપોર્ટ નથી
આલિયા ભટ્ટ પોતાના મત ન આપવાને મહત્વની વાત કહી હતી. આલિયા ભટ્ટના કહેવા અનુસાર તેની પાસે ભારતીય પાસપોર્ટ નથી તેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે એટલે કે તે બ્રિટિશની નાગરિક છે. આલિયા ભટ્ટની માં સોની રાજદાન બ્રિટિશની નાગરિકતા ધરાવે છે. આલિયા ભટ્ટ ત્યારે જ ભારતમાં વોટ નાખી શકે જ્યારે તેની પાસે ભારતીય પાસપોર્ટ અને ભારતીય નાગરિકતા હોય.
આ પણ વાંચો: નવા કલાકારોની હંમેશાં જરૂર છે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને : અનન્યા પાન્ડે
આલિયા બ્રિટિશ નાગરીક છે
આમ તો આલિયા ભારતની નિવાસી છે પણ તેની પાસે નાગરિકતા બ્રિટિશ હોવાના કારણે ભારતીય ચૂંટણી દરમિયાન મત આપી શકશે નહી. આલિયા ભટ્ટ બ્રિટિશ નાગરિક તો છે પણ તેણે બોલીવૂડમાં ઘણી ફિલ્મો આપી છે. હમણાં જ આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ગલી બોયમાં જોવા મળી હતી ત્યાર બાદ તે હવે કલંક જેવી મલ્ટી સ્ટારર ફિલ્મમાં જોવા મળશે