બૉબી દેઓલે બર્થડે પર ચાહકોને આપી મોટી ભેટ, `કંગુવા`ના પોસ્ટર દ્વારા ફર્સ્ટ લુક

27 January, 2024 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉબી દેઓલ હવે એક પછી એક જબરજસ્ત પાત્ર ભજવી રહ્યા છે. હવે શનિવારે પોતાના જન્મદિવસના ખાસ અવસરે બૉબીએ પોતાની અપકમિંગ ફિલ્મ કંગુવાનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે જેને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળી રહ્યું છે.

કંગુવામાંનો બૉબી દેઓલનો ફર્સ્ટ લુક

બૉબી દેઓલ હવે એક પછી એક જબરજસ્ત પાત્ર ભજવી રહ્યો છે. હવે શનિવારે પોતાના જન્મદિવસના ખાસ અવસરે બૉબીએ પોતાની અપકમિંગ ફિલ્મ કંગુવાનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે જેને ખૂબ જ સારો રિસ્પૉન્સ મળી રહ્યું છે. (Kanguva poster on his birthday)

બૉબી દેઓલનો આજે જન્મદિવસ છે અને આ ખાસ અવસરે ચાહકોને એક મોટી ભેટ આપી છે. બૉબી આગળ ફિલ્મ કંગુવામાં જોવા મળવાના છે જેનું પોસ્ટર બૉબીના જન્મદિવસના અવસરે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બૉબી, ઉદિરનનું પાત્ર ભજવવાનો છે, જે ખૂબ જ ખતરનાક દેખાઈ રહ્યો છે. બૉબીનું આ પોસ્ટર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

કેવું છે પોસ્ટર
પોસ્ટરમાં તમે જોશો કે બૉબી પોતાના પાત્ર ઉદિરન તરીકે જોવા મળી રહ્યા છે અને તેમની આસ-પાસ મહિલાઓ છે. બૉબીના મોટા વાળ, હથિયાર અને તેમની ડાબી આંખ, આખો લુક ખૂબ જ બિહામણો જોવા મળી રહ્યો છે. બૉબીએ પોતે પોતાની અપકમિંગ ફિલ્મ કંગુવાનું પોસ્ટર શૅર કર્યું છે. તો ફિલ્મના લીડ એક્ટર અને સ્ટાર સૂર્યાએ બૉબીનું પોસ્ટર શૅર કરી લખ્યું, "હેપ્પી બર્થડે બૉબી દેઓલ ભાઈ. થેન્કયૂ આટલી સારી મિત્રતા માટે. પોતાનો કંગુવામાં શક્તિશાળી ઉદિરનનું ટ્રાન્સફોર્મેશન જોઈને આનંદ આવી ગયો."

અન્ય સ્ટાર કાસ્ટ
જણાવવાનું કે ફિલ્મ શિવા ડિરેક્ટ કરી રહ્યા છે અને આમાં સૂર્યા લીડ રોલમાં છે. ફિલ્મમાં સૂર્યા અને બૉબી દેઓલ સિવાય દિશા પટણી પણ છે. તો ફિલ્મનું મ્યૂઝિક દેવી શ્રી પ્રશાદ કમ્પૉઝ કરી રહ્યા છે.

38 ભાષામાં રિલીઝ થશે ફિલ્મ
રિપોર્ટ્સ અનુસાર, કંગુવા 38 ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2D અને 3D વર્ઝનમાં રિલીઝ થશે. નિર્માતાઓ આ ફિલ્મને IMAX સ્ક્રીન પર રિલીઝ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. ફિલ્મના નિર્માતાનું માનવું છે કે કંગુવા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મોટી રિલીઝ ફિલ્મ હશે. આ ફિલ્મ એવા લોકેશન પર શૂટ કરવામાં આવી છે જ્યાં આ પહેલા અન્ય કોઈ તમિલ ફિલ્મનું શૂટિંગ થયું નથી.

બૉબીનું તમિલ ડેબ્યુ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા બોબી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યુ કરી રહ્યો છે. આ પહેલા બોબીએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પછી બોબી તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરશે.

નોંધનીય છે કે, સૂરિયાએ તેની આગામી ફિલ્મ ‘કન્ગુવા’નું શૂટિંગ પૂરું કર્યું છે. ‘વિક્રમ’માં રોલેક્સ ભાઈના પાત્ર તરીકે તેણે નાનકડી ભૂમિકામાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે હવે તેની ‘કન્ગુવા’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે બૉબી દેઓલ અને દિશા પાટણી પણ જોવા મળશે. આ ફિલ્મને દસ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનો તેનો લુક શૅર કરીને સૂરિયાએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે ‘મારી ‘કન્ગુવા’ના શૂટિંગનો છેલ્લો દિવસ. સમગ્ર યુનિટ ખૂબ જ પૉઝિટિવિટી સાથે જોવા મળ્યું હતું. એકનો અંત છે તો અન્યની નવી શરૂઆત છે. ડિરેક્ટર સિવા અને ટીમનો આ યાદગાર ક્ષણ માટે આભાર માનું છું. ‘કન્ગુવા’ ખૂબ જ સ્પેશ્યલ અને મોટી ફિલ્મ છે અને લોકોને એ દેખાડવા માટે હું રાહ નથી જોઈ શકતો.’

bobby deol animal happy birthday bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news