midday

ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા લઈ રહ્યાં છે ડિવૉર્સ?

23 February, 2024 06:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમના ડિવૉર્સની અફવા પર વિરામ મૂકતાં ટી-સિરીઝના સ્પોક્સપર્સને કહ્યું કે ‘દિવ્યા ખોસલાએ જ્યોતિષીના કહેવા પ્રમાણે કુમાર સરનેમને હટાવી છે.
ભૂષણ કુમાર , દિવ્યા ખોસલા

ભૂષણ કુમાર , દિવ્યા ખોસલા

ટી-સિરીઝના ભૂષણ કુમાર અને તેની વાઇફ દિવ્યા ખોસલા કુમાર ડિવૉર્સ લઈ રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. વાત ત્યારે શરૂ થઈ જ્યારે દિવ્યાએ કુમાર સરનેમ ડ્રૉપ કરી હતી. એને કારણે અટકળ વહેતી થઈ કે આ બન્નેએ છૂટાં પડવાનો નિર્ણય લીધો છે. બન્નેનાં લગ્નને ૧૯ વર્ષ થયાં છે. તેમના ડિવૉર્સની અફવા પર વિરામ મૂકતાં ટી-સિરીઝના સ્પોક્સપર્સને કહ્યું કે ‘દિવ્યા ખોસલાએ જ્યોતિષીના કહેવા પ્રમાણે કુમાર સરનેમને હટાવી છે. એ તેનો વ્યક્તિગત નિર્ણય છે અને આપણે એને માન આપવું જોઈએ. સાથે જ તેણે પોતાની ખોસલા સરનેમમાં એસનો પણ ઉમેરો કર્યો છે. એ પણ જ્યોતિષમાં તેમના વિશ્વાસનું પ્રતીક છે.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood buzz bollywood bhushan kumar