18 April, 2024 06:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂમિ પેડનેકર
ભૂમિ પેડણેકરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કરીને જયપુર સાથે તેના કનેક્શન વિશેની વાત શૅર કરી છે. જયપુરમાં તેણે બાળપણ પસાર કર્યું હતું. જોકે શૂટિંગ માટે તે ફરી જયપુર ગઈ હતી. આ દરમ્યાનનો વિડિયો શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી કે ‘જયપુર અને મારું ખૂબ જ ઊંડું કનેક્શન છે. મારું બાળપણ આ શહેરમાં પસાર થયું છે. અહીં મારી નાનીનું ઘર છે. મારા કઝિન સાથે મેં ઘણાં ઉનાળા વેકેશન અહીં પસાર કર્યાં છે. અમે અહીં ખૂબ જ ટેન્શન વગર રમતાં અને અમને ખૂબ જ પ્રેમ પણ મળતો હતો. ત્યાર બાદ મારાં નાના-નાની દુનિયા છોડીને જતાં રહ્યાં હતાં. શહેર સાથેનું મારું કનેક્શન તૂટી ગયું હતું. ઍક્ટર હોવાની સુંદરતા એ છે કે કામને કારણે તમને એવી જગ્યાએ જવા મળે છે અને તમને એવી યાદો ફરી વાગોળવા મળે છે જે તમે ભૂલી ગયા હો એવું તમને લાગે છે. અહીં ૪૫ દિવસ પસાર કર્યા બાદ હું ભૂતકાળ અને વર્તમાન સાથે ફરી કનેક્ટ થઈ હોઉં એવું લાગે છે. મેં આ શહેરનો અનુભવ ખૂબ જ પહેલાં ક્યારેય નહીં કર્યો હોય એ રીતે કર્યો છે અને હું અહીં ફરી જરૂર આવીશ.’