ભૂમિને થયો ડેન્ગી

23 November, 2023 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ પેડણેકરને ડેન્ગી થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ થવું પડ્યું છે. એ વિશે તેણે સોશ્યલ મીડિયામાં માહિતી આપી છે. સાથે જ લોકોને સાવચેતી લેવાની પણ સલાહ આપી છે.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડણેકરને ડેન્ગી થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્‍‍મિટ થવું પડ્યું છે. એ વિશે તેણે સોશ્યલ મીડિયામાં માહિતી આપી છે. સાથે જ લોકોને સાવચેતી લેવાની પણ સલાહ આપી છે. હૉસ્પિટલના બેડ પરનો સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી હતી, ‘એક ડેન્ગી કે મચ્છરને મુઝે ૮ દિન કા મૅસિવ ટૉર્ચર દે દિયા. જોકે આજે સવારે જ્યારે હું જાગી તો મને વાઉની ફીલિંગ આવી. એથી સેલ્ફી લેવો જરૂરી હતો. સૌએ સાવધાન રહેવાની જરૂર છે. છેલ્લા થોડા દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ અઘરા હતા. વર્તમાનમાં મૉસ્કિટો રેપેલન્ટ ખૂબ અગત્યનું છે. તમારી ઇમ્યુનિટી જાળવી રાખો. પ્રદૂષણનું સ્તર ખૂબ વધી જવાથી આપણી ઇમ્યુનિટી પર માઠી અસર પડે છે. એવા કેટલાક લોકોને હું જાણું છું જેમને ડેન્ગી થયો છે. એક અદૃશ્ય વાઇરસે હાલત ખરાબ કરી દીધી છે. હિન્દુજા હૉસ્પિટલના ડૉક્ટર્સે મારી ખૂબ સારી કાળજી લીધી. નર્સિંગ સ્ટાફ, કિચન અને ક્લીનિંગ સ્ટાફ ખૂબ ઉદાર અને હેલ્પફુલ છે.’

bhumi pednekar dengue hinduja hospital bollywood news entertainment news