‘દલદલ’ નામની વેબ-સિરીઝમાં આવી રહી છે ભૂમિ પેડણેકર

20 March, 2024 06:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં એક સિરિયલ કિલરને પકડવા માટે DCP રીટા ફરેરાના પાત્રમાં જોવા મળશે

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડણેકર હવે ‘દલદલ’ દ્વારા વેબ-સિરીઝમાં એન્ટ્રી કરી રહી છે. વિશ ધમિજાની બુક ‘ભિંડી બઝાર’ પરથી આ શોની સ્ટોરીની પ્રેરણા લેવામાં આવી છે. આ શોમાં તે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રીટા ફરેરાનું પાત્ર ભજવી રહી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ રહેલા આ શોમાં જોવા મળશે કે તેનો ભૂતકાળ તેના વર્તમાનને પરેશાન કરી રહ્યો હોય છે. આ સ્ટોરી મુંબઈની છે જ્યાં એક સિરિયલ કિલરને તેણે પકડવાનો હોય છે. જોકે આ ઇન્વેસ્ટિગેશનમાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેને પોતાની લાઇફને બચાવવા માટે વલખાં મારવાં પડે છે.

entertainment news bollywood buzz bollywood news bhumi pednekar