માધુરી સાથેની લાઇવ ડાન્સ હરીફાઈમાં વિદ્યા ભપ થઈ ગઈ

27 October, 2024 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ઑપેરા હાઉસની ઇવેન્ટમાં જબરી જુગલબંધી જોવા મળી બન્ને હિરોઇનોની

તસવીરોઃ આશિષ રાજે

દિવાળી પર આવી રહેલી ‘ભૂલભુલૈયા 3’માં લોકો આઇકૉનિક બની ગયેલા આ ફિલ્મના ગીત ‘આમી જે તોમાર...’માં માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન વચ્ચેની જે હરીફાઈ જોવા આતુર છે એ શુક્રવારે મીડિયાને લાઇવ જોવા મળી હતી.

ચર્ની રોડમાં આવેલા રૉયલ ઑપેરા હાઉસમાં આ ગીતને, આ ગીતમાં જોવા મળનારી જોરદાર કૉમ્પિટિશનને લૉન્ચ કરવાની એક ઇવેન્ટ રાખવામાં આવી હતી.

આ ઇવેન્ટમાં માધુરી અને વિદ્યાએ આ ગીત પર લાઇવ પર્ફોર્મ કર્યું હતું.

જોકે આ પર્ફોર્મન્સ દરમ્યાન માધુરી સાથે નાચતી વખતે વિદ્યા સ્ટેજ પર પડી ગઈ હતી, પણ તેણે જબરી સમયસૂચકતા વાપરીને બેઠાં-બેઠાં નૃત્ય કરવાનું ચાલુ રાખીને જાણે કંઈ અજુગતું નથી બન્યું એવો અહેસાસ કરાવ્યો હતો. પછી તેણે ઊભી થઈને ફરીથી માધુરી સાથે જમાવટ કરી લીધી હતી.

આ ઇવેન્ટમાં ફિલ્મનો હીરો કાર્તિક આર્યન પણ ઉપસ્થિત હતો.

bhool bhulaiyaa upcoming movie vidya balan madhuri dixit kartik aaryan entertainment news bollywood bollywood news