01 April, 2023 05:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભોલા’એ પહેલા દિવસે કર્યો ૧૧.૨૦ કરોડનો બિઝનેસ
અજય દેવગનની ‘ભોલા’એ રિલીઝના પહેલા દિવસે ૧૧.૨૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબુ, દીપક ડોબરિયાલ, ગજરાજ રાવ, સંજય મિશ્રા અને વિનીત કુમાર લીડ રોલમાં છે. આ ફિલ્મને અજય દેવગને ડિરેક્ટ કરી છે. સાથે જ અજય દેવગને, ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, એસ. આર. પ્રકાશ બાબુ અને એસ. આર. પ્રભુ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની ઍક્શન સીક્વન્સ પણ ધમાકેદાર છે. લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મે ૧૧.૨૦ કરોડનું કલેક્શન મેળવી લીધું છે. હવે વીક-એન્ડમાં પણ ફિલ્મના કલેક્શનમાં વધારો થાય એવી શક્યતા છે.