midday

ઇન્ડસ્ટ્રીમાં રહેવું સરળ નથી : નયનતારા

08 January, 2023 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નયનતારાએ કહ્યું કે મારી લાગણીને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી
નયનતારા

નયનતારા

સાઉથની ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પસાર કરનાર નયનતારાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં રહેવું સરળ નથી. તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યાં બાદ હવે તે શાહરુખ ખાનની ‘જવાન’ દ્વારા હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહી છે. પોતાની કરીઅરની જર્ની વિશે નયનતારાએ કહ્યું કે ‘હું ઘણુંબધું શીખી છું. હું ઘણા બધા અનુભવોમાંથી પસાર થઈ છું, પરંતુ એ બધા સારા છે. મેં જે ભૂલો કરી, સારા-નરસા તબક્કામાંથી પસાર થઈ એ બધું ઠીક છે. આમાંથી મને શીખવા મળ્યું છે. ૧૮-૧૯ વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું સરળ નથી. ભગવાન અને દર્શકોની મારા પર મહેરબાની છે એથી હું પોતાને નસીબદાર ગણું છું. મારી લાગણીને હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.’

Whatsapp-channel
entertainment news bollywood news Shah Rukh Khan