સલમાન સાથેની પહેલી ફિલ્મ પહેલાં પાંચ ફિલ્મો રિજેક્ટ કરી હતી રવીનાએ

14 April, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીના ટંડને ૧૯૯૧માં આવેલી ‘પત્થર કે ફૂલ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન હતો.

રવીના ટંડન

રવીના ટંડને ૧૯૯૧માં આવેલી ‘પત્થર કે ફૂલ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન હતો. જોકે આ ફિલ્મ અગાઉ તેને અનેક ફિલ્મોની ઑફર આવી હતી. એ વખતે રવીના પાંચ ફિલ્મોને ના કહી ચૂકી હતી. રવીના અને સલમાને બાદમાં ‘અંદાઝ અપના અપના’, ‘કહીં પ્યાર ના હો જાએ’, ‘પ્યાર કા અહસાસ’ અને ‘સ્ટમ્પ્ડ’ જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 
સલમાન સાથેની ફિલ્મની ઑફર ફ્રેન્ડ્સને કઈ રીતે કહેલી એ જણાવતાં રવીના કહે છે, ‘હું કૉલેજની કૅન્ટીનમાં હતી. મેં મારી ફ્રેન્ડ્સને પૂછ્યું કે અંદાજ લગાવીને કહો કે મને કોની સાથે કામ કરવાની ફિલ્મની ઑફર થઈ છે. તેમણે પૂછ્યું કે કોણ છે? મેં કહ્યું કે સલમાન ખાન. આ સાંભળતાં જ મારી બધી ફ્રેન્ડ્સ ખુશ થઈ ગઈ. બીજા દિવસે મેં સલમાન ખાન સાથે ફોટોશૂટ કર્યું અને ત્રીજા દિવસે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.’

bollywood buzz bollywood news bollywood entertainment news Salman Khan raveena tandon