18 September, 2022 03:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેફાલી શાહ
શેફાલી શાહે જણાવ્યું છે કે તેને પોતાની અનુકૂળતા અને સમય મળે એ પ્રમાણે રસોઈ કરવામાં રસ છે. ‘જલસા’, ‘હ્યુમન’ અને ‘દિલ્હી ક્રાઇમ’માં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેને કુકિંગ વિશે પૂછવામાં આવતાં શેફાલીએ કહ્યું કે ‘કુકિંગ કરવું મને ગમે છે, કારણ કે એનાથી મારા પર કોઈ પ્રકારનું દબાણ નથી હોતું અને મારે રોજ કુકિંગ નથી કરવાનું હોતું. એથી મારા ટાઇમ, મારી મરજી પ્રમાણે મ્યુઝિક સાંભળતાં અને હાથમાં વાઇનના ગ્લાસ સાથે એને એન્જૉય કરું છું. થોડા સમયથી મેં કુકિંગ નથી કર્યું. જોકે લૉકડાઉનમાં હું દરરોજ રસોઈ બનાવતી હતી. કુકિંગને કારણે મને મારા ‘જલસા’ના અને ‘ડાર્લિંગ્સ’ના પાત્રને ઢાળવામાં મદદ મળી હતી, કેમ કે કુકિંગ એ બધાં પાત્રોમાં અગત્યનો ભાગ ધરાવતું હતું.’