21 November, 2023 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બનિતા સંધુ
બનિતા સંધુ સ્પાય-થ્રિલર ‘G2’માં જોવા મળવાની છે. બનિતાએ ઇંગ્લિશ, હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તે હવે ‘G2’ દ્વારા તેલુગુ ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મને વિનય કુમાર ડિરેક્ટ કરશે. ફિલ્મ વિશે હજી સુધી માહિતી નથી મળી. આ એક પૅન ઇન્ડિયા ફિલ્મ છે. એનું શૂટિંગ જલદી શરૂ થવાનું છે. ફિલ્મમાં તેની સાથે તેલુગુ ઍક્ટર અદિવી સેશ પણ જોવા મળશે. બનિતાએ ‘ઑક્ટોબર’ અને ‘સરદાર ઉધમ’માં કામ કર્યું હતું. ‘G2’ વિશે બનિતા સંધુએ કહ્યું કે ‘આ મારી પહેલી પૅન ઇન્ડિયા ફિલ્મ છે. હું અદ્ભુત અને વિઝનરી ટીમ સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આવો રોલ મેં અગાઉ કદી નથી કર્યો. દર્શકો મને આ નવા અવતારમાં જુએ એ માટે હું આતુર છું. આ ફિલ્મમાં કામ કરવું મારા માટે ક્રીએટિવલી ખુશીની વાત છે.’