20 February, 2022 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજની લાઇફ પરથી બનશે ‘બાલ શિવાજી’
મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૨ બર્થ-ઍનિવર્સરી પર તેમની લાઇફ પરથી ફિલ્મ ‘બાલ શિવાજી’ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર રવિ યાદવ આ ફિલ્મ ડિરેક્ટ કરશે. ઇરોઝ એન્ટરટેઇનમેન્ટ, આનંદ પંડિત મોશન પિક્ચર્સ, રવિ જાધવ ફિલ્મ્સ અને લેજન્ડ સ્ટુડિયોઝ દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ જૂનમાં શરૂ થશે. ‘બાલ શિવાજી’માં છત્રપતિ શિવાજી મહારાજની યુવાનીની લાઇફ દેખાડવામાં આવશે. આ વિશે રવિ જાધવે કહ્યું હતું કે ‘અમે ફિલ્મમાં જે દેખાડવા માગીએ છીએ એના રિસર્ચ માટે અમને ૮ વર્ષ લાગ્યાં છે. સંદીપ સિંહ સાથે મુલાકાત થઈ ત્યારે તેઓ આ સ્ટોરી સાથે ઇન્સ્ટન્ટ ક્લિક થઈ ગયા હતા. આ સ્ટોરી કહેવી કેટલી મહત્ત્વની અને જરૂરી છે એની તેમને સમજ છે. ઇન્ડિયાને રૂલ કરનારા શ્રેષ્ઠ રાજાની આ સ્ટોરી છે. આ ફિલ્મ યુવાનો માટે ખૂબ જ પ્રેરણાત્મક રહેશે.’