midday

Badshah Summoned: રેપર બાદશાહને મુંબઈ પોલીસના સાયબર સેલે પાઠવ્યું તેડું, જાણો શું છે મામલો

30 October, 2023 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રેપર બાદશાહ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે બાદશાહને સમન્સ (Badshah Summoned) મોકલ્યું છે
બાદશાહની ફાઇલ તસવીર

બાદશાહની ફાઇલ તસવીર

રેપર બાદશાહ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે બાદશાહને સમન્સ (Badshah Summoned) મોકલ્યું છે. સાયબર સેલ ફેરપ્લે એપ (મહાદેવ એપ સાથે જોડાયેલ સટ્ટાબાજીની એપ) અંગે બાદશાહની પૂછપરછ કરવા માગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલામાં બાદશાહ (Badshah)ની સાથે સાયબર સેલ બોલિવૂડના અન્ય 40 કલાકારોને પણ સમન્સ મોકલી શકે છે.

બાદશાહ અને ફેરપ્લે એપ વચ્ચે શું કનેક્શન છે?

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ફેરપ્લે એપ મહાદેવ એપ સાથે લિંક છે. આ સટ્ટાબાજીની એપ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલની છે. આ એપને IPL સ્ટ્રીમ કરવાની પરવાનગી નથી, પરંતુ તેણે ગેરકાયદેસર રીતે IPL સ્ટ્રીમ કર્યું હતું. તેથી વાયકોમ 18, જેની પાસે આઈપીએલના અધિકારો હતા, તેણે ફેરપ્લે એપ સામે એફઆઈઆર દાખલ કરાવી હતી. વાયાકોમ 18ની ફરિયાદ બાદ રેપર બાદશાહ (Rapper Badshah Summoned)ને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. કારણ કે તેણે IPL દરમિયાન કથિત રીતે ફેરપ્લે એપનો પ્રચાર કર્યો હતો.

પાયરસીનો કેસ નોંધાયો

મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વાયકોમ 18ની ફરિયાદ બાદ સાયબર સેલે ડિજિટલ પાઈરેસીનો કેસ નોંધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયબર સેલ મામલાના તળિયે જવા માટે 40 કલાકારોને પણ બોલાવી શકે છે. નોંધનીય છે કે, ફેરપ્લે એપ અને મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. અહેવાલ મુજબ તેણે પોતાના લગ્નમાં રણબીર કપૂર, કપિલ શર્મા જેવા ઘણા કલાકારોને આમંત્રણ આપ્યું હતું.

બાદશાહના ગીત પર વિવાદ

સિંગર અને રેપર બાદશાહ (Badshah Summoned)નો અવાજ અને તેના ગીત લોકોને ખૂબ જ ગમે છે, પણ તેના ગીત `સનક` થકી કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. `સનક` ગીત પર વધતા વિવાદને જોતા હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે એ લોકોની માફી માગી છે, જેમણે આ ગીતના લિરિક્સ પર વાંધો ઉઠાવ્યો છે.

બાદશાહે પોતાની પોસ્ટમાં લખ્યું, “મને ખબર પડી છે કે મારા તાજેતરમાં રિલીઝ થયેલા ગીત સનક થકી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું ક્યારેય જાણી જોઈને કે અજાણતા કોઈની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડવા માગતો. હું મારા આર્ટિસ્ટિક ક્રિએશન્સ અને મ્યૂઝિકલ કમ્પોઝિશન્સને ખૂબ જ પ્રમાણિકતાથી અને ઉત્સાહથી તમારા સુધી પહોંચાડું છું, મારા ચાહકો. તાજેતરની ઘટના બાદ મેં ચોક્કસ પગલાં લેતા મારા ગીતના કેટલાક ભાગમાં ફેરફાર કર્યા છે. બધા ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર નવા વર્ઝન સાથે જૂનું વર્ઝન બદલી દેવામાં આવશે, જેથી આગળ જતાં કોઈની પણ ભાવનાઓને ઠેસ ન પહોંચે.”

badshah mumbai police bollywood bollywood news entertainment news mumbai news