ડિપ્રેશનનો શિકાર બન્યો હતો બાદશાહ

03 April, 2022 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના શો ‘મિર્ચી શેપ ઑફ યુ’માં બાદશાહે જણાવ્યું હતું

બાદશાહ શિલ્પા શેટ્ટી કુન્દ્રાના શો ‘મિર્ચી શેપ ઑફ યુ’માં

શિલ્પા શેટ્ટી કુન્દ્રાના શો ‘મિર્ચી શેપ ઑફ યુ’માં બાદશાહે જણાવ્યું હતું કે તે એક સમયે ડિપ્રેશન અને ગભરામણનો શિકાર બન્યો હતો. આ શો દરમ્યાન તેણે ફિટનેસને લઈને કેટલાંક સીક્રેટ્સ અને એની સાથે જોડાયેલા કેટલાક ભ્રમ વિશે માહિતી આપી હતી. તેને ગંભીર વ્યગ્રતા, ક્લિનિકલ ડિપ્રેશનની સાથે સ્લીપ ઍપ્નિયા નામની બીમારી પણ હતી. સ્લીપ ઍપ્નિયા એટલે ઊંઘમાં નસકોરાં બોલાવવાની ટેવ. તેણે જણાવ્યું કે સ્ટેજ પર ચોક્કસ પ્રકારનો લુક દેખાય એ માટે હું ભૂખ્યો પણ રહેતો હતો. જોકે એને કારણે તેને પર્ફોર્મન્સિસ દરમ્યાન શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને મોટા ભાગે તે નાખુશ  રહેતો હતો. આ બધામાંથી પસાર થતાં તેણે લાઇફનો એક જ ઉદ્દેશ બનાવ્યો છે અને એ છે માનસિક શાંતિ માટે સ્વાર્થી બનવું.

entertainment news bollywood bollywood news bollywood gossips shilpa shetty badshah