16 December, 2024 10:57 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વરુણ ધવનની ફાઈલ તસવીર
શનિવારે દિલ્હીમાં યોજાયેલી એક ન્યુઝ-ચૅનલની ઇવેન્ટમાં વરુણ ધવનને ગૃહપ્રધાન અમિત શાહને એક પ્રશ્ન પૂછવાનો મોકો મળ્યો હતો. વરુણે અમિત શાહને પૂછ્યું: ભગવાન રામ મેં ઔર રાવણ મેં સબસે બડા અંતર ક્યા થા?
અમિત શાહે વરુણના આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે ‘કેટલાક લોકો માટે મારે શું કરવું જોઈએ અને શું નહીં એ ધર્મ એટલે કે ફરજ દ્વારા નક્કી થાય છે અને કેટલાક લોકો માટે ધર્મ પોતાના ઇન્ટરેસ્ટ દ્વારા નક્કી થાય છે, આ જ ફરક છે રામ અને રાવણમાં. રામ ધર્મની વ્યાખ્યા અનુસાર જીવન જીવતા હતા, રાવણે ધર્મને પોતાની વ્યાખ્યા અનુસાર બદલવાની કોશિશ કરી.’
મારા મતે અમિત શાહ આ દેશના હનુમાન: વરુણ
વરુણ ધવને આ ઇવેન્ટમાં અમિત શાહને કહ્યું હતું કે તમને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે, પણ મારા મતે તો તમે આ દેશના હનુમાન છો જે નિઃસ્વાર્થ ભાવે દેશની સેવા કરી રહ્યા છો.