14 May, 2024 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાબિલ ખાને પોસ્ટ કરેલી તસવીરો (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
સ્વર્ગીય અભિનેતા ઈરફાન ખાન (Irrfan Khan) નો દીકરો બાબિલ ખાન (Babil Khan) સોશ્યલ મીડિયા (Social Media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. બાબિલ ખાન દિવંગત અભિનેતા-પિતા અથવા તેના અંગત જીવન વિશે હંમેશા પોસ્ટ કરતો રહે છે. તાજેતરમાં બાબિલ ખાને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ કરિ છે. જે સહુનું ધ્યાન ખેંચી રહી છે. આ પોસ્ટમાં યુવા અભિનેતા સાથે એક છોકરી છે. એટલું જ નહીં આ તસવીરો શૅર કરવાની સાથે બાબિલ ખાને લાંબુ કૅપ્શન લખ્યું છે. જેના પરથી ફેન્સ અંદાજો લગાવી રહ્યાં છે કે આ લવ એન્ડ બ્રેકઅપ (Babil Khan Breakup) નું ચક્કર છે. સાથે જ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે જાણવાની બાબિલ ખાનના ફેન્સને તાલાવેલી લાગી છે.
આજે સવારે બાબિલ ખાને સોશ્યલ મીડિયા પર એક છોકરી સાથેની ઘણી તસવીરો શૅર કરી હતી અને હાર્ટબ્રેક તેમજ મુવઑન વિશ લાંબુ અને ભાવનાત્મક કૅપ્શન લખ્યું હતું. જે પછી ફેન્સ બાબિલ ખાનની ચિંતા કરી રહ્યાં છે અને કમેન્ટ્સ બૉક્સમાં તેને સાંત્વના આપી રહ્યાં છે. આ પોસ્ટ દરેકને બાબિલના જીવનમાં શું થયું તે વિશે મૂંઝવણમાં મૂકે છે.
પોતાના સોશિયલ મીડિયા પર બાબિલ ખાને એક મિસ્ટ્રી ગર્લ સાથેની ઘણી મોનોક્રોમ તસવીરો શેર કરી હતી. તસવીરોમાં આપણે ઈરફાન ખાનના દીકરાને આલિંગન આપતા, હસતા અને આ છોકરી સાથે કેટલીક ક્યૂટ ક્ષણો શૅર કરતા જોઈ શકીએ છીએ. લાંબા કેપ્શનમાં ‘ધ રેલવે મેન’ (The Railway Men) ના અભિનેતાએ આગળ વધવા વિશે લખ્યું હતું.
અહીં જુઓ બાબિલ ખાનની પોસ્ટઃ
બાબિલ ખાને કૅપ્શનમાં લખ્યું છે કે, મને નથી લાગતું કે આગળ વધવાનો અર્થ એ છે કે તમે જેને પ્રેમ કર્યો છે તેને છુપાવવાનો પ્રયાસ કરવો, વાસ્તવમાં તમે જે લોકોને પ્રેમ કર્યો છે તેનાથી તમે ક્યારેય આગળ વધતા નથી. તેઓ તમારા જીવનનો એક ભાગ બની જાય છે અને પવનને પકડતી સેઇલ્સ જે તમને બનાવે છે કે તમે કોણ છો.
ત્યારબાદ બાબિલ ખાને બહુ જ સરસ કવિતા લખી છે. જેનો ગુજરાતીમાં અર્થ કંઈક આવો થાય છે, ‘મેં સીડી પરથી નીચે પડતા મારા દાંત કાપી નાખ્યા, જ્યારે તમે હસો ત્યારે તમે કેવો અવાજ કરો છો તે મને ગમે છે. જ્યારે તમે જાઓ છો, ત્યારે મારા વક્ર સ્મિતને તમારી સાથે લઈ જાઓ. મને બીજો અડધો ભાગ ફરીથી બનાવવા દો. મને તમને જોવું ગમે છે. મને યાદ આવશે કે તમે કેવી રીતે શ્વાસ લો છો, અયોગ્ય રીતે હસો છો અને બીચ પર તમારા સ્કુબા ગિયરને વહન કરો છો. મને તારો હાથ પકડવો ગમે છે. હું તારી સાથે વહેલી સવારે અને ઘરથી દૂર રસ્તાઓ પાર કરવાનું ચૂકી જઈશ. જ્યારે વરસાદ પડે ત્યારે હું તમને પાછા મુકવા આવવાનું ચૂકી જઈશ અને તમે હેતુસર એક નાની છત્રી લઈ જશો. તમે તમારા ટેટૂને કેટલો ધિક્કારો છો તે હું યાદ કરીશ. હું તમને મિસ કરવા માંગુ છું.’
બાબિલ ખાનની આ પોસ્ટ પછી કમેન્ટ્સમાં ફેન્સ તેને સાંત્વના આપી રહ્યાં છે. તો સાથે જ કેટલાક પુછી પણ રહ્યાં છે કે, શું તેનું બ્રેકઅપ થયું છે કે પછી મિસ્ટ્રી ગર્લનું અવસાન થયું છે. બાબિલ ખાનના ફેન્સ બહુ જ કનફ્યુસ્ડ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, બાબિલ ખાન છેલ્લે કેકે મેનન (KK Menon), આર માધવન (R Madhavan) અને દિવ્યેન્દુ શર્મા (Divyendu Sharma) સાથે ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત વૅબ સિરીઝ `ધ રેલ્વે મેન` (The Railway Man) માં જોવા મળ્યો હતો. હવે બાબિલ ખાન ટૂંક સમયમાં શૂજીત સરકાર (Shoojit Sircar) ની ફિલ્મ `ધ ઉમેશ ક્રોનિકલ્સ` (The Umesh Chronicles) માં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે જોવા મળશે.