29 April, 2021 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય યોગેન શાહ
આજે ઇરફાન ખાનના નિધનને એક વર્ષ થઈ ગયો, પણ તેનો પરિવાર અને તેના ચાહકો આજે પણ તેમના નિધન પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તાજેતરમાં જ દીકરા બાબિલે પોતાના પિતાને યાદ કરતા અનેક વાતો શૅર કરી છે.
29 એપ્રિલ વર્ષ 2020માં બૉલિવૂડે એક એવો સ્ટાર ગુમાવ્યો હતો. જેની ચમક તેના જવા પછી પણ સૈકાઓ સુધી હિન્દી સિનેમા જગતમાં જળવાયેલી રહેશે. અહીં વાત થઈ રહી છે દિવંગત એક્ટર ઇરફાન ખાનની. આજે ઇરફાનના નિધનને એક વર્ષ થઇ ગયું છે, પણ તેમના પરિવાર અને ચાહકોને આજે પણ તેમના જવા પર વિશ્વાસ નથી થઈ રહ્યું. તાજેતરમાં જ દીકરા બાબિલે પોતાના પિતાને યાદ કરીને અનેક વાતો શૅર કરી છે. બાબિલે જણાવ્યું કે, "મારી માટે તે મારા પિતા નહીં બેસ્ટ ફ્રેન્ડ હતા. મને દરરોજ તેમની યાદ આવે છે. અને સપનામાં પણ હું તેમને જ જોઉં છું."
બાબિલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના પિતા સાથે જોડાયેલી સ્મૃતિઓ શૅર કરી છે.
મેં મારી આત્મા ગુમાવ્યો- બાબિલ
બાબિલે જણાવ્યું, "આ મારી માટે સૌથી મોટું નુકસાન હતું. તે એકાએક ચાલ્યા ગયા અને મારી માટે આ સમજવું મુશ્કેલ છે. બધા માટે આ કહેવું સરળ છે કે જીવનમાં આગળ વધો પણ જે મેં જે અનુભવ્યું છે તે તમે અનુભવ નહીં કરી શકો."
બાબિલે જણાવ્યું કે તેના કોઇ ખાસ મિત્ર નથી. બાબિલે લખ્યું, "પપ્પા જ મારા સૌથી સારા મિત્ર હતા. મને નથી ખબર તેમની સાથેના મારા સંબંધ હું તમને કેવી રીતે સમજાવું. મેં મારો મિત્ર અને મારો આત્મા ગુમાવ્યો છે. જો તમે ક્યારેય અમને એકબીજા સાથે જોયા હોય, તો તમે અમારું બૉન્ડિંગ જોઇને વિશ્વાસ નહીં કરી શકો કે હું તેમનો દીકરો છું. અમે બાળકોની જેમ લડતા હતા."
આ જન્મમાં તેમના જેવો મિત્ર ન મળી શકે
બાબિલે ઇમોશનલ થતા લખ્યું, "15,25 કે 35 વર્ષ પણ વીતી જશે તેમ છતાં હું તેમના જેવો મિત્ર નહીં શોધી શકું. તેમના જવાને એક વર્ષ થયો છે અને લગભગ દરેક રાતે મેં તેમનું સપનું જોયું છે. અને તે મારી માટે સૌથી સારો સમય હોય છે એટલે મને જાગવાથી નફરત છે."