‘જવાન’ના ડિરેક્ટર ઍટલી સાથે કામ કરવું છે આયુષમાન ખુરાનાને

14 September, 2023 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષમાન ખુરાનાને ‘જવાન’ના ડિરેક્ટર ઍટલી સાથે કામ કરવું છે. સાથે જ તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવા માટે તૈયાર છે. આયુષમાન હટકે ફિલ્મો આપવા માટે જાણીતો છે

ઍટલી

આયુષમાન ખુરાનાને ‘જવાન’ના ડિરેક્ટર ઍટલી સાથે કામ કરવું છે. સાથે જ તે સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવા માટે તૈયાર છે. આયુષમાન હટકે ફિલ્મો આપવા માટે જાણીતો છે. તેની પચીસ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘​ડ્રીમ ગર્લ 2’ ખૂબ ધમાલ મચાવી રહી છે. તેનો પર્ફોર્મન્સ પણ લોકોને ગમી રહ્યો છે. તે હંમેશાં અનોખી સ્ક્રિપ્ટને પસંદ કરવામાં માને છે. એ વિશે આયુષમાને કહ્યું કે ‘મારી હંમેશાં એવી ઇચ્છા રહી છે કે હું એવા વિષયોની સ્ક્રિપ્ટ પસંદ કરું જે દુર્લભ અને નવી હોય. એને લઈને સાઉથમાંથી પણ પ્રમાણ મળી ગયું છે. આપણે ઘણા સમયથી તેમની કન્ટેન્ટની રીમેક બનાવીએ છીએ. એથી હું જ્યારે પણ ત્યાં જાઉં છું તો ફ્રેશ કન્ટેન્ટ આપતા ઍક્ટર તરીકે મને માન મળે છે. હું મારી ફિલ્મોગ્રાફી તરફ નજર નાખું તો મને ગર્વ થાય છે.’

સાઉથમાં કોની સાથે કામ કરવું છે એ વિશે આયુષમાને કહ્યું કે ‘મને ઍટલી અથવા તો ફહાદ ફાસિલ સાથે કામ કરવું ગમશે. હું જાણું છું કે તે બન્ને અનોખા છે. જોકે મારી ફિલ્મોગ્રાફી પણ એવી જ અનોખી છે. ઉદાહરણ તરીકે ‘​ડ્રીમ ગર્લ 2’ અને ‘અંધાધૂન’.’

100.56

ઓગણીસ દિવસમાં ‘​ડ્રીમ ગર્લ 2’એ આટલા કરોડનો કર્યો બિઝનેસ

ayushmann khurrana jawan bollywood bollywood news entertainment news