23 August, 2024 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના જીવન પર બાયોપિક બનવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આયુષમાન ખુરાના અને ફિલ્મમેકર લવ રંજન ૨૦૨૧થી આ ફિલ્મ માટે ચર્ચા કરી રહ્યા છે. જોકે અચાનક આયુષમાને આ ફિલ્મમાંથી ખસી જવાનો ફેંસલો લીધો છે. એને કારણે ફિલ્મના પ્રોડ્યુસરો ચોંકી ગયા છે. આયુષમાનનું માનવું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બાયોપિકનો ઓવરડોઝ થઈ ગયો છે. સાથે જ ફિલ્મોને લઈને જરૂરી એવી તારીખ તે ફાળવી નથી શકતો. લવ રંજન અને તેની ટીમ સ્ક્રિપ્ટને ફાઇનલ ટચ આપી રહ્યા છે. હવે આયુષમાનની એક્ઝિટથી મેકર્સે નવેસરથી ફિલ્મના કલાકારની શોધ શરૂ કરવાની રહેશે.