01 May, 2019 10:32 AM IST | મુંબઈ
અમર કૌશિક
‘સ્ત્રી’ના ડિરેક્ટર અમર કૌશિકનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ ‘બાલા’ માટે આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર પર્ફેક્ટ છે. આ ફિલ્મમાં આયુષ્માન એવા માણસની ભૂમિકા ભજવશે જેના સમય પહેલાં વાળ જતા રહ્યા છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. આ વિશે અમર કૌશિકે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મમાં કાનપુરની સ્ટોરી દેખાડવામાં આવશે. હું નાના શહેરમાંથી આવું છું અને આ પાત્રને મેં વાસ્તવિકતા પરથી લીધું છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. અમને લાગે છે કે આયુષ્માન અને ભૂમિ આ ફિલ્મ માટે યોગ્ય છે. આ બન્નેએ બે ફિલ્મો સાથે કરી છે. એ ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આવી સ્ટોરી માટે તેમની પસંદગી કરવાથી અમને આશા છે કે તેઓ લોકો સાથે કનેક્ટ થશે અને લોકોને પણ આવી સ્ટોરી જોવી પસંદ પડશે. પ્રોડ્યુસર દિનેશ વિજનનો આ આઇડિયા હતો. હું આ ફિલ્મમાં ક્રીએટિવ ડિરેક્ટર તરીકે કામ કરતો હતો. જોકે બાદમાં હું આ ફિલ્મ સાથે લાગણીથી બંધાઈ ગયો હોવાથી મને લાગ્યું કે મારે આ ફિલ્મ ડિરેક્ટ કરવી જોઈએ.’
આ પણ વાંચો : ડાર્ક ઇમોશન્સવાળી ફિલ્મ કરવી છે અમ્રિતા રાવને
તમારામાં ટૅલન્ટ હોય તો તમને કોઈ ગૉડફાધરની જરૂર નથી પડતી : આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાએ હાલમાં જ જણાવ્યું હતું કે જો તમે ટૅલન્ટેડ હો તો તમને પોતાની ઓળખ બનાવવા માટે કોઈ ગૉડફાધરની જરૂર નહીં પડે. તેણે સોશ્યલ મીડિયાના માધ્યમથી સંગીતના કલાકારોને શોધીને તેમને પોતાની ટૅલન્ટ દેખાડવા માટે ફેસબુક સાથે મળીને એક પહેલ શરૂ કરી છે. તેનું માનવું છે કે દુનિયાના ખૂણામાં વસતા કલાકારોને તે આ કૉન્ટેસ્ટ દ્વારા એક પ્લૅટફૉર્મ પૂરું પાડશે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં ટૅલન્ટનો અભાવ નથી. રિયલિટી શોમાં માત્ર સિંગર્સ પર જ ધ્યાન આપવામાં આવે છે. એવામાં મ્યુઝિશ્યન્સને આવું કોઈ પ્લૅટફૉર્મ નથી મળતું. એથી હું તેમના માટે નવા-નવા અવસરો નિર્માણ કરીને તેમની સાથે મળીને સંગીત બનાવીશ. વર્તમાન સમયમાં તમને કોઈ ગૉડફાધરની જરૂર નથી. જો તમે ટૅલન્ટેડ હો તો અચૂક તમારી પ્રશંસા કરવામાં આવશે.’