midday

આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'Anek'ની જાહેરાત, જોરદાર એક્ટરનો લૂક

02 February, 2021 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'Anek'ની જાહેરાત, જોરદાર એક્ટરનો લૂક
આયુષ્માન ખુરાના અને અનુભવ સિન્હા

આયુષ્માન ખુરાના અને અનુભવ સિન્હા

આર્ટિકલ 15 જેવી વિચારોત્તેજક ફિલ્મ બાદ આયુષ્માન ખુરાના અને નિર્દેશક અનુભવ સિન્હાએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી છે. આયુષ્માને Anek નામથી બની રહેલી ફિલ્મની કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તેમનો લૂક ઘણો અલગ છે. મધ્યમવર્ગીય અને સાધારણ નાયક બની રહેલા આયુષ્માનનો લૂક આ વખતે ઘણો અલગ જ વાર્તા કહી રહ્યો છે. 

આયુષ્માને ટ્વિટર પોતાના લૂકની તસવીરો સાથે સૂચના શૅર કરી છે. એમાં તેમણે લખ્યું- અનુભવ સિન્હા સર સાથે એકવાર ફરીથી જોડાઈને ઉત્સાહિત છું. ભૂષણ કુમાર અને અનુભવ સિન્હા નિર્મિત ફિલ્મ 'અનેક' (Anek)માં જોશુઆના રોલમાં મારો લૂક હાજર છે. તસવીરોમાં આયુષ્માન ખુરાના નિર્દેશક સાથે ક્લેપ બૉર્ડ હાથમાં રાખીને જોવા મળી રહ્યા છે. ટ્રિમ્ડ હેર કટ સાથે વધેલી દાઢી અને આઈબ્રો પર કટ માટે આયુષ્માન એક શહેરી એક્ટિવિસ્ટ જેવા દેખાઈ રહ્યા છે. આ તસવીરોને શૅર કરીને અનુભવે સોશિયલ મીડિયામાં લખ્યું- અમારા આગામી પ્રોજેક્ટ Anekથી જોશુઆના રોલનો એક લૂક

ayushmann khurrana anubhav sinha bollywood bollywood news entertainment news