29 August, 2022 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આયુષ્માન ખુરાના
આ સમયે આખો દેશ રવિવારે એશિયા કપની પહેલી ક્રિકેટ ટી20 મેચમાં પાકિસ્તાન પર ભારતીય ટીમની જીતનો ઉત્સવ ઉજવે છે. બૉલિવૂડ પણ આમાં પાછળ નથી અને અનેક સેલિબ્રિટીઝના સેલિબ્રેશનના વીડિયોઝ સામે આવી ચૂક્યા છે. આવો જ એક ધમાકેદાર વીડિયો અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાનો પણ આવ્યો છે જેમાં ભારતીય ટીમની જીત પછી `કાલા ચશ્મા` સૉન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા.
આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે આ સમયે પોતાની આગામી ફિલ્મ `ડ્રીમ ગર્લ 2`ના શૂટમાં વ્યસ્ત છે. જેવી ટીમ ઇન્ડિયાની જીત થઈ તેના પછી ફિલ્મની આખી ટીમે વિજયોત્સવ ઉજવ્યો. અનન્યા પાંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શૅર કર્યો છે. તેણે આ વીડિયોના કૅપ્શનમાં હાર્ટ ઇમોજી સાથે લખ્યું, "જીતી ગઈ ટીમ ઇન્ડિયા". અહીં જુઓ વીડિયો:
Ananya Pandayની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `લાઇગર`માં વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. `ડ્રીમ ગર્લ 2` સિવાય તે `ખો ગએ હમ કહાં`માં પણ કામ કરી રહી છે જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ જોવા મળશે.
Ayushmann Khurranaની વાત કરીએ તો છેલ્લે તે ફિલ્મ `અનેક`માં જોવા મળ્યો હતો. `ડ્રીમ ગર્લ 2` સિવાય તે રકુલપ્રીત સિંહ સાથે `ડૉક્ટર જી` અને `એન એક્શન હીરો`માં પણ દેખાવાનો છે. Dream Girl 2માં આયુષ્માન અને અનન્યા સિવાય પરેશ રાવલ અને સીમા પહવા પણ પ્રમુખ ભૂમિકાઓમાં જોવા મળશે.