‘ગોલમાલ’ જે દર્શકોને પસંદ પડી છે તેમને ‘સર્કસ’ પણ ગમશે : રોહિત શેટ્ટી

15 December, 2022 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું કહેવું છે કે જે લોકોને ‘ગોલમાલ’ પસંદ પડી છે તેમને ‘સર્કસ’ પણ ગમશે. રોહિતની આ ફિલ્મમાં રણવીર સિંહ, જૅકલિન ફર્નાન્ડિસ, પૂજા હેગડે, વરુણ શર્મા, સંજય મિશ્રા અને જૉની લીવર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘જે લોકોને ‘ગોલમાલ’ અને ‘ઑલ ધ બેસ્ટ’ ગમી છે તેમને ‘સર્કસ’ જરૂર પસંદ પડશે. આ ફિલ્મ એ લોકો માટે છે. મને પૂરી ખાતરી છે કે તેમને આ ફિલ્મ ગમશે, કારણ કે મેં ફિલ્મ જોઈ છે. મેં જ્યારે ફિલ્મોની શરૂઆત કરી તો હું માત્ર એક ફિલ્મમેકર હતો. બાદમાં લોકો તરફથી જે પ્રેમ મળતો ગયો તો એ તેમની ફિલ્મ બની ગઈ. એથી હવે હું તેમના માટે ફિલ્મ બનાવું છું. એને હું મારી જવાબદારી સમજું છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood upcoming movie rohit shetty