નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન પર કરેલી ટિપ્પણી બદલ જ્યોતિષ વેણુ સ્વામીએ માફી માગી

22 January, 2025 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Astrologer Venu Swamy apologizes: ૩૨ વર્ષની શોભિતા ધુલિપાલા જન્મી છે આંધ્ર પ્રદેશના તેનાલીમાં અને ઊછરી છે વિશાખાપટનમમાં, પણ ૧૬ વર્ષની ઉંમરે તે ભણવા માટે એકલી મુંબઈ આવી ગઈ હતી.

જ્યોતિષ વેણુ સ્વામીએ માફી માગી

વિવાદિત આગાહીઓ માટે જાણીતા જ્યોતિષ વેણુ સ્વામીએ નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની સગાઈ વિશેની ટિપ્પણીઓથી ખળભળાટ મચાવ્યા બાદ જાહેર માફી માગી છે. તેલંગાણા મહિલા આયોગ સમક્ષ હાજર થતાં, તેમણે એક ઔપચારિક પત્ર સુપરત કર્યો, જેમાં ભવિષ્યમાં કલાકારોના ખાનગી જીવન પર ટિપ્પણી કરવાનું ટાળવાનું વચન આપ્યું હતું.

આ ઘટનાક્રમ એક વાયરલ વીડિયો પછી થયો જેમાં વેણુ સ્વામીએ ભવિષ્યમાં દંપતીના લગ્ન નિષ્ફળ જશે તેવી આગાહી કરી હતી, જેના કારણે તેલુગુ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન અને અન્ય લોકો તરફથી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તેમણે કમિશન સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ હાઈ કોર્ટના નિર્દેશનું પાલન કરવાની ફરજ પડી હતી. તેમની માફી સાથે આ વિવાદનો અંત આવ્યો હોય તેવું લાગે છે, જેનાથી ચાહકો રાહત અનુભવી રહ્યા છે અને નાગા ચૈતન્ય અને શોભિતાના શાંતિપૂર્ણ ભવિષ્ય માટે આશાવાદી બની ગયા છે.

નાગા ચૈતન્ય અને શોભિતાએ 4 ડિસેમ્બરે કર્યા હતા લગ્ન

તેલુગુ ફિલ્મોના સ્ટાર, નાગાર્જુનનો દીકરો, સમંથા રુથ પ્રભુનો પ્રથમ પતિ નાગા ચતન્ય ઍક્ટ્રેસ સોભિતા ધલિપાલા સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન વિશે એવી ચર્ચા સામે આવી હતી કે તેમણે પોતાનાં ‌લગ્નને પ્રસારિત કરવાના રાઇટ‍્સ નેટફ્લિક્સને ૫૦ કરોડ રૂપિયામાં વેચ્યા છે. આ યુગલે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં લગ્ન કર્યા હતા.

શોભિતા ધુલિપાલાની કારકિર્દીની વાત કરીયે તો ૩૨ વર્ષની શોભિતા ધુલિપાલા જન્મી છે આંધ્ર પ્રદેશના તેનાલીમાં અને ઊછરી છે વિશાખાપટનમમાં, પણ ૧૬ વર્ષની ઉંમરે તે ભણવા માટે એકલી મુંબઈ આવી ગઈ હતી. મુંબઈમાં શોભિતાએ એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સમાં ઍડ‍્મિશન લીધું હતું. શોભિતાએ કૉર્પોરેટ લૉ કર્યું છે તથા તે ભરતનાટ્યમ અને કુચિપુડી જેવાં શાસ્ત્રીય નૃત્યોમાં પણ પારંગત છે. નેવીમાં કામ કરતા પપ્પાની દીકરી શોભિતા ૨૦૧૦માં ઍન્યુઅલ નેવી બૉલમાં નેવી ક્વીન બની હતી અને ૨૦૧૩માં મિસ ઇન્ડિયા અર્થ બનીને તેણે ફિલિપીન્સમાં મિસ અર્થ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ રીતે ગ્લૅમરજગતમાં પ્રવેશ્યા પછી શોભિતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત ૨૦૧૬માં આવેલી હિન્દી ફિલ્મ ‘રમન રાઘવ 2.0’થી થઈ. અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં વિકી કૌશલ હીરો હતો. ત્યાર પછી શોભિતાએ સૈફ અલી ખાન સાથે ‘શેફ’માં અને ‘કાલાકાંડી’ નામની હિન્દી ફિલ્મમાં કામ કર્યું અને પછી તે તેલુગુ અને મલયાલમ ફિલ્મો તરફ વળી. મણિ રત્નમની બે ભાગમાં આવેલી ‘પોન્નિયિન સેલ્વન’માં અને ઇંગ્લિશ ફિલ્મ ‘મન્કી મૅન’માં પણ તેને મોકો મળ્યો. શોભિતાએ હિન્દી વેબ-સિરીઝ ‘મેડ ઇન હેવન’ અને ‘ધ નાઇટ મૅનેજર’ની બન્ને સીઝનમાં પણ કામ કર્યું છે.

naga chaitanya sobhita dhulipala bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news