02 June, 2023 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સર્માએ પ્રોડ્યુસર ભૂષણ કુમાર સાથે મુલાકાત કરીને ‘આદિપુરુષ’ના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી છે
આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સર્માએ પ્રોડ્યુસર ભૂષણ કુમાર સાથે મુલાકાત કરીને ‘આદિપુરુષ’ના ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે આપણા દેશના લોકો સુધી આપણી સંસ્કૃતિની માહિતી પહોંચાડવી જરૂરી છે. ‘આદિપુરુષ’ને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સૅનન, સની સિંહ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. ભૂષણ કુમાર સાથે થયેલી મુલાકાતનો ફોટો ટ્વિટર પર શૅર કરીને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘આદિપુરુષ’ની એક ઝલક જોવાની તક મળી છે. પ્રભુ શ્રી રામની કહાણી લોકો સુધી પહોંચાડવા માટે દરેક પ્રયાસ ભક્તિ યોગનું જ એક રૂપ છે.’