28 November, 2022 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશા પારેખ
દિગ્ગજ અભિનેત્રી આશા પારેખ(Asha Parekh)એ ગોવા(Goa)માં આયોજીત 53માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (International Film Festival of India)માં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં આશા પારેખે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સોસાયટીના કલ્ચર વિશે વાત કરી હતી. અહીં આશા પારેખે મહિલાઓ વિશે જે વાત કરી તેને લઈ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો આશા પારેખના વિચારો સાથે અસહમતિ ધરાવતાં જોવા મળ્યા.
આશા પારેખ અનુસાર, તેમને દુ:ખ થાય છે જ્યારે લગ્ન જેવા પ્રસંગમાં યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસ જેવા કે ચણિયા ચોળીને છોડીને વેસ્ટર્ન ડ્રેસ અને ગાઉન પહેરે છે. તેમનું કહેવું છે, બધું જ બદલાઈ ગયું છે. હવે જે ફિલ્મો બની રહી છે...મને નથી ખબર. આપણે ખુબ જ વેસ્ટર્નાઈઝ્ડ થઈ ગયા છીએ. ગાઉન પહેરીને લગ્નમાં આવી રહી છે યુવતીઓ. અરે ભાઈ, આપણા ચણિયા-ચોળી, સાડીઓ અને સલવાર જોડી છે તમે એ પહેરોને. તમે એને કેમ નથી પહેરતા?
વધુમાં અભિનેત્રીએ કહ્યું કે " તે બસ સ્ક્રીન પર હિરોઈનને જોવે છે અને તેમને કૉપી કરવા ચાહે છે. સ્ક્રીન પર જોઈને એ વિચારે છે કે જે કપડા આ લોકો પહેરી રહ્યાં છે અમે પણ એવાં જ કપડા પહેરીશું. જાડા હોય કે ગમે તેવા હોય અમે એવું જ પહેરીશું. આ બધું વેસ્ટર્ન થઈ રહ્યું છે. મને દુ:ખ થાય છે. આપણું કલ્ચર મહાન છે, ડાન્સ અને મ્યુઝિક છે.
આશા પારેખે દિલીપ કુમાર સાથે કામ કરવાના વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી હતી. આશા પારેખને લઈ એવી અટકળો ચાલી રહી હતી કે તે દિલીપ કુમારને પસંદ નહોતા કરતાં. આ જ કારણ હતું કે તે બંનેએ ક્યારેય સાથે કામ નહોતું કર્યુ. આ વિવાદ અંગે અભિનેત્રીએ કહ્યું, `પાંચ વર્ષ પહેલા કોઈએ લખ્યું કે હું દિલીપ કુમારને પસંદ નથી કરતી એટલે મેં તેમની સાથે કામ નથી કર્યુ. આ વાત ખોટી છે. હું તેમને ખુબ જ પસંદ કરતી હતી. હંમેશા તેમની સાથે કામ કરવા ઈચ્છતી હતી. મેં તેમની સાથે એક ફિલ્મ પણ સાઈન કરી હતી. અમે સાથે કામ કરવાના હતા. પરંતુ એ ફિલ્મ ક્યારેય બની જ નહીં. હું અનલકી રહી.`
આશા પારેખ પોતાના જમાનાના એક દિગ્ગજ અભિનેત્રી છે. ભારતીય મનોરંજન જગતમાં તેમના યોગદાનને બદલે તેમને પદ્મ શ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથા સન્માનિત પણ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો:અનેક હિટ ફિલ્મો આપ્યા છતાં જીવનમાં એકલતા અને ડિપ્રેશનથી જજૂમ્યા હતાં આશા પારેખ