શાહરુખ ખાનનો લાડકો પાર્ટી કરે છે મિસ્ટ્રી ગર્લ સાથે, ગર્લફ્રેન્ડ સાથે દેખાયો આર્યન ખાન

08 July, 2024 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Aryan Khan Video: રિલેશનશિપની અફવાઓ વચ્ચે આર્યન ખાન અને લારિસા બોનેસી એક જ ઇવેન્ટમાં જોવા મળ્યા

આર્યન ખાન

બૉલિવૂડ (Bollywood) ના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના લાડકા પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની લવ લાઈફ (Aryan Khan Relationship) આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ આર્યન ખાન બ્રાઝિલિયન મોડલ અને ડાન્સર લારિસા બોનેસી (Larissa Bonesi) ને ડેટ કરવાના સમાચારો જોરશોરમાં હતા, ત્યારે હવે આર્યન અને લારિસાનો એક નવો વીડિયો (Aryan Khan Video) સામે આવ્યો છે જેમાં આર્યન ખાન મિસ્ટ્રી ગર્લ સાથે પાર્ટીમાં એન્જોય કરતો જોવા મળે છે. આ વીડિયો જોઈને ચાહકો અનુમાન લગાવતા જોવા મળે છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે જેની સાથે તે પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળે છે.

આર્યન ખાન તેના પિતા શાહરુખ ખાનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે, પરંતુ હીરો તરીકે નહીં ડિરેક્ટર તરીકે. ટૂંક સમયમાં આર્યન ખાન તેની વેબ સિરીઝ ‘સ્ટારડમ’ (Stardom) લઈને આવી રહ્યો છે. પ્રોફેશનલ લાઈફની સાથે આર્યન તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. તેનું નામ અભિનેત્રી અને મોડલ લારિસા બોનેસી સાથે લાંબા સમયથી જોડાયેલું છે. હવે આ કપલ ફરી એકવાર મુંબઈ (Mumbai) માં એક ઈવેન્ટમાં જોવા મળ્યું હતું.

ગઈકાલે રવિવારે એટલે કે ૭મી જુલાઈએ આર્યન ખાન એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી પણ તેની સાથે જોવા મળી હતી. વાયરલ વીડિયો (Aryan Khan Video) આર્યન ખાન હંમેશની જેમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. આ ખાસ અવસર પર તે બ્લેક ટી-શર્ટ સાથે આર્મી જીન્સ પહેર્યું છે અને બ્લુ ડેનિમ જેકેટ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તો લારિસા બોનેસી બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. મિનિમલ મેકઅપ સાથે તેણે લૂક કમ્પલિટ કર્યો હતો.

આ વાયરલ વીડિયો પરથી લોકો અનુમાન લગાડી રહ્યા છે કે, આર્યન ખાન અને લારિસા બોનેસી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

અન્ય એક વાયરલ થયેલા વીડિયોમાં બધા અપબીટ મ્યુઝિક પર ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે આર્યન ખાન મિસ્ટ્રી ગર્લ સાથે વાત કરતો જોવા મળી શકે છે. આ પછી ચાહકોની પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક હતું.

નોંધનીય છે કે, અભિનેત્રી અને મોડલ લારિસા બોનેસીનું નામ છેલ્લા ઘણા સમયથી આર્યન ખાન સાથે જોડાઈ રહ્યું છે. જોકે બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ આ વાયરલ થયેલા વીડિયોએ બન્નેની રિલેશનશિપની અફવાઓને વધુ જોર આપ્યું છે.

તમને જણાવી દઈએ કે, લારિસા બોનેસી એક બ્રાઝિલિયન મોડલ અને ડાન્સર છે. જેણે અક્ષય કુમાર (Akshay Kumar) અને જ્હોન અબ્રાહમ (John Abraham) સાથેના બ્લોકબસ્ટર ગીત ‘સુબહ હોને ના દે’ (Subha Hone Na De) સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને સૂરજ પંચોલી (Sooraj Pancholi) સાથે કેટલાક મ્યુઝિક વીડિયો આલ્બમ્સ પણ કર્યા છે. આ સિવાય તેણે ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં `નેક્સ્ટ એની` (Next Annie) અને `થિક્કા` (Thikka) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

aryan khan viral videos relationships entertainment news bollywood bollywood news bollywood gossips