30 March, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્યન ખાન
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ફરી ટ્રોલ કરવામાં આવ્યો છે. આર્યને તેની લિકર બ્રૅન્ડ માટે એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ઘણી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. એમાં રોશની વાલિયા, નાયરા બૅનરજી, પ્રિયંકા શર્મા અને નેહા મલિક જેવી ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી. રોશનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આર્યન સાથેના ફોટો શૅર કર્યા હતા. આ ફોટોને લઈને આર્યનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેને એક જ વસ્તુ માટે ટ્રોલ કરવામાં આવે છે અને એ છે તેનો પોકર ફેસ. તેના ચહેરા પર કોઈ દિવસ રીઍક્શન નથી હોતું. તે ક્યારેય સ્માઇલ આપતો જોવા નથી મળતો. આથી તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કહ્યું હતું કે પૂરે સંસાર કા સુખ એક તરફ... આર્યન કે ચેહરે કા દુખ હર તરફ.