midday

આર્યન ખાનના શોના ટ્રેલર પર ગર્લફ્રેન્ડ ફિદા, સોશ્યલ મીડિયામાં વરસાવ્યો પ્રેમ

05 February, 2025 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્યન ખાન અને લૅરિસા બોનેસીના સંબંધોની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તેઓ ઘણી વાર પાર્ટીઓમાં સાથે જોવા મળ્યાં છે.
આર્યનની બ્રાઝિલિયન ગર્લફ્રેન્ડ લૅરિસા બોનેસી

આર્યનની બ્રાઝિલિયન ગર્લફ્રેન્ડ લૅરિસા બોનેસી

બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો ડેબ્યુ શો ‘The Ba***ds of Bollywood’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાનો છે. આ શો સાથે આર્યન બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરશે. હાલમાં શોના ટ્રેલરનું લૉન્ચિંગ થઈ ગયું છે અને દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. આર્યનની બ્રાઝિલિયન ગર્લફ્રેન્ડ લૅરિસા બોનેસી પણ આ ટ્રેલરથી ખૂબ પ્રભાવિત થઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને શોની પ્રશંસા કરી છે

આર્યન ખાન અને લૅરિસા બોનેસીના સંબંધોની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. તેઓ ઘણી વાર પાર્ટીઓમાં સાથે જોવા મળ્યાં છે. હાલમાં જ્યારે આર્યનના શો ‘The Ba***ds of Bollywood’ની જાહેરાત થઈ ત્યારે લૅરિસાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શોની ભરપૂર પ્રશંસા કરી હતી. લૅરિસાએ લખ્યું કે ‘આ તો ફાયર છે! ‘The Ba***ds of Bollywood’ - ધ મોસ્ટ અવેઇટેડ શો ઇન ધ હોલ વર્લ્ડ. બાય ધ બીસ્ટ, ધ જિનીયસ ઍન્ડ ધ નંબર વન, આર્યન ખાન.’

ચર્ચા પ્રમાણે લૅરિસા એક મૉડલ હોવાની સાથે ડાન્સર પણ છે. તેણે અક્ષય કુમાર અને જૉન એબ્રાહમ સાથે કામ કર્યું છે. લૅરિસાએ પોતાની બૉલીવુડ-કરીઅરની શરૂઆત ‘દેસી બૉય્‍ઝ’ના ગીત ‘સુબહ હોને ના દે’થી કરી હતી. લૅરિસાએ ઘણા મ્યુઝિક-વિડિયોમાં પણ કામ કર્યું છે. લૅરિસાએ બૉલીવુડમાં સૈફ અલી ખાન સાથે ‘ગો ગોવા ગૉન’માં પણ કામ કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે આર્યન પોતાના ડેબ્યુ શોનું પ્રમોશન નહીં કરે. આર્યને નેટફ્લિક્સને પણ આ વિશે જણાવી દીધું છે. આર્યન નથી ઇચ્છતો કે તેની પર્સનલ લાઇફને કારણે શો પર કોઈ નેગેટિવ અસર પડે. શોના અનાઉન્સમેન્ટ વખતે પણ આર્યન સ્ટેજ પર હાજર નહોતો રહ્યો. આખરે શાહરુખ ખાને શો લૉન્ચ કર્યો અને મજાકમાં જણાવી પણ દીધું કે આર્યન સ્ટેજ પર કેમ નથી.

aryan khan Shah Rukh Khan web series netflix bollywood news bollywood entertainment news instagram social media