શાહરુખને ડિરેક્ટ કર્યો આર્યને

25 April, 2023 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઍડની એક નાનકડી ક્લિપ આર્યન અને શાહરુખ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે

આર્યન ખાન અને શાહરુખ ખાન

શાહરુખ ખાનને હાલમાં જ તેના દીકરા આર્યન ખાને ડિરેક્ટ કર્યો હોવાની ચર્ચા છે. શાહરુખના દીકરાને ઍક્ટિંગમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી અને તે ફિલ્મમેકિંગ તરફ વળી રહ્યો છે. તેણે એક વેબ શોની સ્ટોરી લખી છે. તેણે પોતાની એક બ્રૅન્ડ પણ શરૂ કરી છે. લક્ઝરી સ્ટ્રીટવેઅર બ્રૅન્ડ ‘ડાયવો’ને આર્યને લૉન્ચ કરી છે. આ બ્રૅન્ડને શાહરુખ પ્રમોટ કરી રહ્યો છે અને એની ઍડમાં પણ તેણે કામ કર્યું છે. આ ઍડને આર્યને ડિરેક્ટ કરી હોવાની ચર્ચા છે. આ ઍડની એક નાનકડી ક્લિપ આર્યન અને શાહરુખ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ ઍડમાં શાહરુખ એક બોર્ડની સામે દેખાઈ રહ્યો છે. તેમ જ તે એક પેઇન્ટ બ્રશને જમીન પરથી ઉઠાવતો જોવા મળી રહ્યો છે. તેમ જ માઇક્રોસેકન્ડ માટે તેનો ચહેરો પણ જોવા મળી રહ્યો છે.

કાશ્મીરમાં ‘ડંકી’ના ગીતનું શૂટિંગ કરશે શાહરુખ?

શાહરુખ ખાન તેની આગામી ફિલ્મ ‘ડંકી’ના ગીતનું શૂટિંગ કાશ્મીરમાં કરશે એવું જાણવા મળ્યું છે. એ ગીતને ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરશે. આ ફિલ્મ રાજકુમાર ​હીરાણી બનાવી રહ્યા છે. એવું જાણવા મળ્યું હતું કે રાજકુમાર ​હીરાણીએ તેમની ટીમ સાથે થોડા સમય અગાઉ સોનમર્ગની મુલાકાત લીધી હતી. એથી એવી શક્યતા છે કે ગીતનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવશે. આ વર્ષે ૨૩ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે તાપસી પન્નુ, સતીશ શાહ અને બમન ઈરાની પણ જોવા મળશે. ઇમિગ્રેશનની સ્ટોરી પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, બુડાપેસ્ટ અને લંડનમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મને શાહરુખ ખાનનું પ્રોડક્શન હાઉસ રેડ ​​​​ચિલીઝ ​​એન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યું છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan aryan khan