midday

અર્શદ વારસીએ વાવણી કરતા ખેડૂતોનો વીડિયો શૅર કર્યો, મિકા સિંહે કહ્યું આ

18 September, 2020 06:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અર્શદ વારસીએ વાવણી કરતા ખેડૂતોનો વીડિયો શૅર કર્યો, મિકા સિંહે કહ્યું આ
અર્શદ વારસી, મિકા સિંહ

અર્શદ વારસી, મિકા સિંહ

સોશ્યલ મીડિયા પર અત્યારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને કંગના રનોટ (Kangana Ranut)ની બહુ ચર્ચા થઈ રહી છે. તેને લીધે બીજા બધા મુદ્દાઓ પર પ્રકાશ પડતો નથી. આ વાતની સાબિતિ આપી છે અભિનેતા અર્શદ વારસી (Arshad Warsi) અને ગાયક મિકા સિંહ (Mika Singh)ના પોસ્ટે. અર્શદ વારસીએ વાવણી કરતા ખેડૂતનો વાવણી કરતો વીડિયો શૅર કર્યો છે. જે જોઈને મિકા સિંહે કહ્યું છે કે, 'ભાઈ મીડિયાને આ બધુ દેખાડવાનું પસંદ નથી, તેમને રિયા અને કંગના દેખાડવી છે.'

અર્શદ વારસીએ શુક્રવારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. અર્શદ વારસીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં બે ખેડૂત ઊંધા સૂતેલા એક ખેડૂતના પગ પકડીને તેને પાછળ ખેંચી રહ્યા છે અને તે દરમ્યાન તે વ્યક્તિ તેના હાથે જમીનમાં વાવણી કરી રહ્યો છે. વીડિયો શેર કરી એક્ટરે લખ્યું કે, 'જરૂરિયાત જ બધા નવસર્જનની જનેતા છે.'

અભિનેતાના આ વીડિયોને શૅર કરીને ગાયકે લખ્યું છે કે, 'ભાઈ મીડિયા અને લોકોને આવા બોરિંગ સમાચારમાં કોઈ રસ નથી. તે રિયા અને કંગના જેવા મનોરંજક સમાચાર પસંદ કરે છે. અર્નબ ગોસ્વામી તો સલમાન ખાનને જોવા માટે ઉત્સુક છે પણ આપણા ખેડૂતની કોઈ ચિંતા નથી.'

આ પહેલાં 15 સપ્ટેમ્બરે પણ મિકા સિંહે વરસાદ વચ્ચે ઝૂંપડામાં ભીંજાવાથી બચવાનો પ્રયત્ન કરી રહેલા અમુક બાળકોનો વીડિયો શૅર કરી લખ્યું હતું, 'તો કોણ આ બાળકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યું છે? હું આજતક, રિપબ્લિક, ઝી ન્યૂઝ, ઇન્ડિયા ટીવી, એબીપી ન્યૂઝને નિવેદન કરું છું કે તેમને શોધે અને ચાલો સાથે મળીને તેમની મદદ કરીએ, રિયા અને કંગના પર થોડું ઓછું ધ્યાન આપીએ, દેશમાં અન્ય ઘણા મુદ્દા છે, ઠીક કરવા માટે.'

ઉલ્લેખનીય છે કે, અર્શદ વારસીના ખેડૂતના પોસ્ટને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

entertainment news bollywood bollywood news bollywood gossips arshad warsi mika singh rhea chakraborty kangana ranaut