24 August, 2024 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી
‘કલ્કિ 2898 AD’ જોયા બાદ અર્શદ વારસીએ પ્રભાસના પર્ફોર્મન્સને જોકર સાથે સરખાવ્યો હતો. એથી પ્રભાસના ફૅન્સ ખૂબ રોષે ભરાયા છે. અર્શદને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થઈ હતી અને દેશ-વિદેશમાં લોકોને એ ખૂબ ગમી હતી. જોકે અર્શદે હાલમાં જ પ્રભાસની ટીકા કરી હતી. અર્શદે કહ્યું હતું કે પ્રભાસ, તારો રોલ જોઈને મને ખૂબ નિરાશા થઈ છે. એથી ઇન્સ્ટાગ્રામ પર લોકો અર્શદને અને તેની ફૅમિલીને અપશબ્દો કહી રહ્યા છે. એથી અર્શદે કમેન્ટ-સેક્શનને ટર્ન-ઑફ કરી દીધું છે. જોકે એ પહેલાં કોઈએ કમેન્ટ કરી હતી કે ઔકાત ક્યા હૈ તેરી?
તો બીજાએ લખ્યું કે તારી ફિલ્મનું જેટલું લાઇફટાઇમ કલેક્શન છે એટલી તો પ્રભાસની આવક છે. આ સિવાય સાઉથના કેટલાક સ્ટાર્સ જેવા કે સુધીર બાબુ, નાની અને અજય ભૂપતિએ પણ અર્શદની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ આખાય પ્રકરણ પર પ્રભાસ અને તેની ટીમે મૌન રાખ્યું છે.