midday

‘ગાલિબ હોના હૈ’માં દેખાયાં અરમાન મલિક અને શર્મિન સેગલ

09 December, 2022 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય લીલા ભણસાલીએ તેમના આલબમ ‘સુકૂન’ને લૉન્ચ કર્યું છે. આ આલબમમાં ઘણાં ગીત છે, જેમાંથી એક અરમાન મલિક દ્વારા ગાવામાં આવ્યું છે.
‘ગાલિબ હોના હૈ’માં દેખાયાં અરમાન મલિક અને શર્મિન સેગલ

‘ગાલિબ હોના હૈ’માં દેખાયાં અરમાન મલિક અને શર્મિન સેગલ

સંજય લીલા ભણસાલીએ તેમના આલબમ ‘સુકૂન’ને લૉન્ચ કર્યું છે. આ આલબમમાં ઘણાં ગીત છે, જેમાંથી એક અરમાન મલિક દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતમાં અરમાનની સાથે સંજય લીલા ભણસાલીની ભાણેજ શર્મિન સેગલ પણ જોવા મળી છે. શર્મિને ‘મલાલ’ અને ‘અતિથિ ભૂતો ભવ’માં કામ કર્યું હતું. તે હવે આ ગીતમાં જોવા મળી રહી છે. આ વિશે શર્મિને કહ્યું કે ‘હું સંજય સરના મ્યુઝિક સાથે મોટી થઈ છું. સર જે રીતે તેમના કામ દ્વારા લોકોના અંતરાત્માને સ્પર્શે છે એ ખૂબ જ કાબિલેદાદ છે. ‘ગુઝારીશ’ બાદ હું તેમના મ્યુઝિકની ફૅન બની ગઈ હતી. તેમના ઓરિજિનલ મ્યુઝિક આલબમમાં મારા બાળપણના ફ્રેન્ડ અરમાન સાથે કામ કરવાનો અનુભવ આજ સુધીનૌ સૌથી યાદગાર રહ્યો છે. સરે મને મારી પહેલી ડેબ્યુ​ ફિલ્મ આપી હતી અને હવે તેમણે મને મારો પહેલો મ્યુઝિક વિડિયો પણ આપ્યો છે. હું તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.’
આ વિશે અરમાને કહ્યું કે ‘સર દ્વારા કરવામાં આવેલું ‘ગાલિબ હોના હૈ’ સૌથી અલગ કમ્પોઝિશન છે. મેં સંજય સર સાથે પહેલી વાર કામ કર્યું છે અને હું પોતે કેટલો નસીબદાર છું એ જણાવી શકું એમ નથી. આ ગીત દ્વારા મેં મ્યુઝિકને વધુ એક્સપ્લોર કર્યું છે. હું ખુશ છું કે હું તેમની ગઝલ જર્નીનો પાર્ટ બન્યો છું.’

Whatsapp-channel
bollywood news entertainment news armaan malik