‘પ્રોજેક્ટ લવ’માં દેખાશે અર્જુન રામપાલ?

17 October, 2022 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ મસ્તી-મજાકથી ભરપૂર કૉમેડી ફિલ્મ છે.

અર્જુન રામપાલ

અર્જુન રામપાલ ‘પ્રોજેક્ટ લવ’માં દેખાય એવી શક્યતા છે. સાથે જ આ ફિલ્મમાં તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડિમેટ્રિએડ્સ, મુકુલ ચઢ્ઢા, મહિમા મકવાણા અને ઓમકાર કપૂર પણ જોવા મળે એવી ચર્ચા છે. આ ફિલ્મ મસ્તી-મજાકથી ભરપૂર કૉમેડી ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી એક એવા ભાઈની છે જે તેની બહેનને કિડ્નૅપ કરવાનું પ્લાનિંગ કરે છે, કેમ કે તે બહેનને તેના બૉયફ્રેન્ડથી બચાવવા માગે છે. તેનો બૉયફ્રેન્ડ તેનો ગેરલાભ ઉપાડતો હોય છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. હવે બે મહિના સુધી એનું શૂટિંગ ચાલશે.

entertainment news bollywood news bollywood gossips bollywood arjun rampal upcoming movie