16 May, 2024 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર
અર્જુન કપૂરે ‘સિંઘમ અગેઇન’નું શૂટિંગ પૂરું કરીને એને કરીઅરની અગત્યની ફિલ્મ જણાવી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ખાન, અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં દેખાશે. રોહિત શેટ્ટી સાથેની બ્લૅક ઍન્ડ વાઇટ ઇમેજ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી, ‘રોહિત શેટ્ટી કે કૉપ યુનિવર્સ કા વિલન. ‘સિંઘમ અગેઇન’માં મારા ભાગનું શૂટિંગ મેં પૂરું કર્યું છે. આ મારી વીસમી અને માસ સિનેમાના બૉસ એવા ડિરેક્ટર સાથે મારી કરીઅરની અગત્યની ફિલ્મ છે. ભારતીય સિનેમાની સૌથી વધુ મનોરંજક ફ્રૅન્ચાઇઝીમાં સામેલ થઈને પોતાને હું નસીબદાર ગણું છું. અમે કરેલી સખત મહેનતને સિલ્વર સ્ક્રીન પર દેખાડવા માટે આતુર છીએ.’