અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું થયું બ્રેક-અપ! હવે એક્ટર કરે છે આ સ્ટારને ડેટ

25 August, 2023 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા છે. આ સાથે જ અર્જુન કપૂર હવે કુશા કપિલાને ડેટ કરતો ગોવાની પણ ચર્ચા છે.

ફાઈલ તસવીર

બૉલિવૂડ કપલ મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) વચ્ચે તકરાર થઈ હોય એવા સમાચાર ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહ્યા છે. આ સાથે જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હોવાની ચર્ચા છે. આ સાથે જ અર્જુન કપૂર હવે કુશા કપિલાને ડેટ કરતો ગોવાની પણ ચર્ચા ચાલી રહી છે. હવે કુશા કપિલાએ મૌન તોડીને જે સત્ય છે તે લોકોની સામે મૂકી જ દીધું છે. 

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી તેમના બ્રેકઅપના સમાચારને લઈને સતત ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં બંને વચ્ચેના અણબનાવ અંગે જુદી-જુદી વાતો કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં અર્જુન કપૂરનું નામ સોશિયલ મીડિયા ઇનફલૂઅન્સરમાંથી અભિનેત્રી બનેલી કુશા કપિલા સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. હવે કુશા કપિલાએ આ તમામ સમાચારો પર મૌન તોડીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી જ નાખ્યું છે. 

અર્જુન કપૂર (Arjun Kapoor)ને ડેટ કરવાના સમાચાર પર કુશા કપિલાએ હકીકત લોકોની સામે મૂકી છે. તેણે આ બાબત પર ટિપ્પણી કરતા કહ્યું, `મારા વિશે દરરોજ આટલી બકવાસ વાંચ્યા પછી મારે મારો પોતાનો ફોર્મેટ પરિચય કરાવવો પડશે. દરરોજ હું મારા વિશે ખરાબ બાબતો ચર્ચાતી જોઉં છું. હું માત્ર એટલી જ પ્રાર્થના કરું છું કે મારી માતા આ બધું ન વાંચે. નહીંતર તેને આઘાત લાગશે.’

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ટ્રોલ થતાં હતા. આમ તો મલાઈકા અરોરા એ અર્જુન કપૂર કરતાં 10 વર્ષ મોટી છે. જેના કારણે આ બંનેને ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા અર્જુને ખુલ્લેઆમ મલાઈકાનું સમર્થન કર્યું હતું. સાથે તેણે ટ્રોલર્સની વાતને પણ ખોટી બતાવી હતી. તેણે આવી બાબતોને અવગણવાનું કહ્યું હતું. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. જો કે તે બંનેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો હોય તેવું સામે આવ્યું નહોતું. 

અર્જુન કપૂર અને કુશા કપિલા તાજેતરમાં જ કરણ જોહરના ઘરે જોવા મળ્યા હતા. ત્યાં મલાઈકા અરોરા દેખાઈ ન હતી. બસ આ જ વાતને લઈને લોકોએ જુદી-જુદી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. 

થોડા ક જ સમય પહેલા અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સોલો વેકેશનની તસવીર શેર કરી હતી. આ દરમિયાન તેણે જે પોસ્ટ લખી હતી તેમાંથી પણ લોકોએ નવી નવી ધારણાઓ બંધવાની શરૂઆત કરી દીધી હતી. તે સમયે મલાઈકા અને તેના બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા હતા. તેણે તે પોસ્ટમાં લખ્યું હતું કે, `જીવન ટૂંકું છે. તમારા વિકેન્ડને લાંબો બનાવો.’ 
જો કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

arjun kapoor malaika arora instagram social networking site karan johar bollywood news bollywood gossips bollywood entertainment news