વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના લિવ-ઇન રિલેશનશિપમાં છે?

07 September, 2023 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના લિવ-ઇન રિલેશનશિપમાં હોય એવી ચર્ચા ચાલી રહી છે. તેમના રિલેશનને લઈને ઘણી વાર ચર્ચા ચાલે છે.

વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના

વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા મંદાના લિવ-ઇન રિલેશનશિપમાં હોય એવી ચર્ચા ચાલી રહી છે. તેમના રિલેશનને લઈને ઘણી વાર ચર્ચા ચાલે છે. તેમનું મૉલદીવ્ઝનું વેકેશન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. વિજય દેવરાકોન્ડા અને રશ્મિકા બન્ને હૈદરાબાદમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે એવી ચર્ચા છે. રશ્મિકાએ ૨૬ ઑગસ્ટે એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એમાં જે ટેરેસ દેખાઈ રહી છે એવો જ ફોટો વિજયે ૨૭ ઑગસ્ટે શૅર કર્યો હતો. આ બન્ને ફોટોમાં ટેરેસ એક જ હોવાથી લોકો કહી રહ્યા છે કે તેઓ લિવ-ઇનમાં છે. જોકે કેટલાક ફૅન્સ એમ પણ કહી રહ્યા છે કે બની શકે તેઓ એક જ બિલ્ડિંગમાં રહેતાં હોય. તેમની ‘ગીત ગોવિંદમ’ને પાંચ વર્ષ થયાં છે અને એથી જ વિજય દેવરાકોન્ડાએ હિન્ટ પણ આપી છે કે તેઓ બન્ને ફરી જલદી સાથે કામ કરી શકે છે. તેઓ રિલેશનમાં છે કે નહીં એ તો હવે તેઓ જ કહી શકે, પરંતુ તેઓ બન્ને તેમની રિલેશનશિપને સંતાડવામાં સતત નિષ્ફળ જઈ રહ્યાં હોય એવું લાગે છે. અગાઉ પણ રશ્મિકા અને વિજય દેવરાકોન્ડાના ફોટોમાં ચશ્માં સેમ હતાં. એને લઈને પણ ચાહકોએ તેમને પકડી પાડ્યાં હતાં. જોકે એવું પણ બની શકે કે તેઓ જાણી જોઈને આવી હિન્ટ સતત આપી રહ્યાં હોય.

vijay deverakonda rashmika mandanna relationships bollywood gossips bollywood news entertainment news