શું બે મહિનામાં જ સુષ્મિતા સાથેના સંબંધમાં આવી કડવાશ..? લલિત મોદીએ લીધું આ પગલું

06 September, 2022 12:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) અને આઈપીએલના સ્થાપક લલિત મોદી(Lalit Modi)ના અફેરની ચર્ચાઓ થોડી અટકી જ હતી કે હવે વધુ એક ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે.

લલિત મોદી અને સુષ્મિતા સેન

બૉલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) અને આઈપીએલના સ્થાપક લલિત મોદી(Lalit Modi)ના અફેરની ચર્ચાઓ થોડી અટકી જ હતી કે હવે વધુ એક ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે. 15 જુલાઈના રોજ લલિત મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. લલિતની આ જાહેરાત બાદ જાણે હંગામો મચી ગયો હતો. સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી હતી અને લલિત મોદીની પણ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લલિત અને સુષ્મિતા વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું.

લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની પ્રોફાઈલ બદલી

વાસ્તવમાં, લલિત મોદીએ પોતાના સંબંધની જાહેરાત સાથે જ સુષ્મિતા સાથેની તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર મુકી હતી. પોતાના બાયોમાં સુષ્મિતા પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરતા તેણે પાર્ટનર વિથ ક્રાઈમ લખ્યું હતું, પરંતુ હવે 2 મહિનાની અંદર લલિત મોદીએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેનો અને સુષ્મિતાનો ફોટો હટાવી દીધો છે અને પોતાનો એકલો સિંગલ ફોટો મૂક્યો છે જેની સાથે `ઈન્ડિયન પ્રીમિયર લીગ`ના સ્થાપક, એટલું જ લખ્યું છે. લલિત મોદીએ પોતાના બાયોમાંથી સુષ્મિતાનું નામ પણ હટાવી દીધું છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે. જો કે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટા પોસ્ટ કર્યા હતા તે હટાવાયા નથી.

નોંધનીય છે કે સુષ્મિતા સેન રોહમન શૉલને ડેટ કરતી હતી. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. તેથી જ્યારે સુશે રોહમન સાથે બ્રેકઅપની જાહેરાત કરી ત્યારે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. જોકે, બ્રેકઅપ પછી પણ સુષ અને રોહમન વચ્ચે સારી મિત્રતા છે. બંને હજુ પણ ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં સુષ્મિતાએ તેની પુત્રી રિનીનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રોહમન પણ તેની સાથે જોવા મળ્યો હતો.

bollywood news entertainment news lalit modi sushmita sen