નવી દુલ્હન સાથે ટ્રિપ પર ઊપડ્યો અરબાઝ

01 January, 2024 04:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ૨૪ ડિસેમ્બરે અર્પિતા ખાન શર્માના ઘરે ફૅમિલીની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.

અરબાઝ ખાન તેની શુરા ખાન

અરબાઝ ખાન તેની નવી દુલ્હન શુરા ખાન સાથે વેકેશન માટે ઊપડ્યો છે. તેમણે ૨૪ ડિસેમ્બરે અર્પિતા ખાન શર્માના ઘરે ફૅમિલીની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. શુરા એક મેકઅપ આર્ટિસ્ટ છે. લગ્ન બાદ અરબાઝે તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. શનિવારે તેઓ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે જઈ રહ્યાં હતાં. લગ્ન બાદની આ તેમની પહેલી ટ્રિપ છે. તેમના માટે આ ન્યુ યર સેલિબ્રેશન પણ છે અને એને હનીમૂન પણ કહી શકાય. અરબાઝે બ્લૅક સ્વેટશર્ટ અને શુરાએ ગ્રે કો-ઑર્ડ સેટ પહેર્યા હતા.

arbaaz khan entertainment news bollywood bollywood buzz