અરબાઝ ખાન આ તારીખે પરણશે તેના ખયાલો કી મલ્લિકાને!

21 December, 2023 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાઇકા અરોરા સાથેના છૂટાછેટા બાદ અરબાઝ પરણશે આ હસ્તીને

અરબાઝ ખાન (ફાઇલ તસવીર)

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan) છેલ્લા થોડાક સમયથી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં છે. પરંતુ આજે અભિનેતાના અંગત જીવનના બ્રેકિંગ સમાચાર આવ્યા છે. જે સાંભળીને ફૅન્સ બહુ ખુશ થઈ ગયાં છે. અસફળ રિલેશનશિપ બાદ અભિનેતા અરબાઝ ખાન જીવનમાં એક નવો સંબંધ બાંધવા જઈ રહ્યો છે. અરબાઝ ખાન બહુ જલ્દી લગ્ન કરવાનો છે.

અભિનેતા અરબાઝ ખાન ૨૪ ડિસેમ્બરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન (Shura Khan) સાથે લગ્ન કરવાનો છે. આ લગ્ન મુંબઈ (Mumbai)માં નજીકના પરિવાર અને મિત્રોની હાજરીમાં થશે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ પ્રમાણે અરબાઝ અને શૂરાના લગ્ન વિધિસર થશે. અરબાઝ ખાન અને શુરા ખાનની મુલાકાત ફિલ્મ `પટના શુક્લા` (Patna Shukla)ના સેટ પર થઈ હતી.

અરબાઝ ખાને પહેલા મલાઇકા અરોરા (Malaika Arora) સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૧૯૯૮માં લગ્ન કર્યા બાદ ૧૯ વર્ષ પછી ૧૧ મે ૨૦૧૭ના રોજ અરબાઝ અને મલાઇકાએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. જોકે, છૂટાછેડાની જાહેરાત તેમણે વર્ષ ૨૦૧૬માં જ કરી દીધી હતી.

જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે અરબાઝ ખાનનું બ્રેકઅપ થયા બાદ જાણવા મળ્યું છે કે, અભિનેતા મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. અરબાઝ ખાન અને શુરા ખાનની મુલાકાત ફિલ્મના સેટ પર થઈ હતી અને પછી બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. હવે તેઓ જીવનના નવા તબક્કાની શરુઆત કરવા તૈયાર છે. ૨૪ ડિસેમ્બરના રોજ સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં અરબાઝ અને શુરા લગ્ન કરવા જઈ રહ્યાં છે.

શુરા ખાન કોણ છે?

શુરાના ઇન્સ્ટાગ્રામ પરથી મળેલી માહિતી અનુસાર, તે બોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ છે. શુરા ખાને રવિના ટંડન (Raveena Tandon) અને તેની પુત્રી રાશા થડાની (Rasha Thadani) સાથે કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, અરબાઝ ખાનનું તાજેતરમાં જ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ થયું હતું. તેને કારણે અભિનેતા સતત ચર્ચામાં છે. અગાઉ, જ્યોર્જિયાએ પિંકવિલા સાથે વાત કરી અને અરબાઝ સાથેના તેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘અમે મિત્રો હતા, અમે શ્રેષ્ઠ મિત્રો જેવા હતા. મને હંમેશા તેના માટે લાગણીઓ રહેશે, હું હંમેશા કરીશ.’ જ્યોર્જિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ‘તેનો મલાઇકા અરોરા સાથે જે સંબંધ હતો તે ખરેખર તેની સાથેના મારા સંબંધોના માર્ગમાં ક્યારેય આવ્યો ન હતો. કોઈની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખાવવું મને ખૂબ જ અપમાનજનક લાગે છે. અમે બન્ને જાણતા હતા કે અમારો સંબંધ હંમેશા ટકી શકશે નહીં. બધુ ખુબ અલગ હતું.’

હવે અરબાઝ ખાન અને શુરા ખાનના લગ્નની ચર્ચા થઈ રહી છે ત્યારે ફૅન્સ તેમના મોઢે આ શુભ સમાચાર સાંભળવાની રાહ જોઈ રહ્યાં છે.

arbaaz khan celebrity wedding malaika arora entertainment news bollywood bollywood news bollywood gossips