02 April, 2024 06:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટાઇગર શ્રોફ , અક્ષય કુમાર
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ સતત એકબીજા સાથે મજાકમસ્તી કરતા રહે છે અને એની રીલ્સ બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર પણ કરે છે. આ બન્નેની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આ મહિને ઈદ દરમ્યાન રિલીઝ થવાની છે. ગઈ કાલે ફર્સ્ટ એપ્રિલ હોવાથી અક્ષયકુમારને એપ્રિલ ફૂલ બનાવવાની તક ટાઇગરે છોડી નહોતી. એની નાનકડી ક્લિપ ટાઇગરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એમાં દેખાય છે કે ટાઇગર સૉફ્ટ ડ્રિન્કની બૉટલને ખૂબ હલાવે છે અને બાદમાં એને ત્યાં રહેલી એક ચૅર પર મૂકી દે છે. બાદમાં તે ગાર્ડનમાં ગેમ રમતો હોય છે. એ જ વખતે અક્ષયકુમાર દોડતો આવે છે. તેને બૉટલ લાવવા ટાઇગર કહે છે. સાથે જ બૉટલનું ઢાંકણ ખોલવા પણ કહે છે. અક્ષયકુમાર જેવું બૉટલનું ઢાંકણ ખોલે છે કે તરત એમાંથી ડ્રિન્ક બહાર આવે છે અને તેના ચહેરા પર એ ફેલાઈ જાય છે. બૅકગ્રાઉન્ડમાં જૂનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા...’ સંભળાઈ રહ્યું છે.