જ્યારે બૉલીવૂડના બે પ્રખ્યાત ડિરેક્ટરની દીકરીઓ થઈ હતી કીડનેપ, જાણો શું છે આખો કિસ્સો

29 May, 2024 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Anurag Kashyap’s daughter Aaliyah and Imtiaz Ali’s daughter Ida: આલિયા અને ઇદા બાળપણમાં એક જ બિલ્ડિંગમાં રહેતા હતા.

અલિયા કશ્યપ અને ઇદા અલી (તસવીર: ઇનસ્ટાગ્રામ)

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ અને ઇમ્તિયાઝ અલીની દીકરી ઇદા અલીને (Anurag Kashyap’s daughter Aaliyah and Imtiaz Ali’s daughter Ida) તેમના બાળપણનો એક એવો ભવાયહ અને ચોંકાવનારો કિસ્સો શેર કર્યો છે, જેને લઈને હવે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. આલિયા અને અને ઇદાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના જ ઘરનું કામ કરતી દિદીએ તેઓ બંનેને કીડનેપ કરી દીધા હતા. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન, આલિયા કશ્યપ અને ઇદા અલીએ બાળપણમાં તેમની સાથે બનેલી આ ભયાવહ ઘટનાને યાદ કરીને તે બાબતે જણાવ્યું હતું.

એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ અને ઇમ્તિયાઝ અલીની દીકરી ઇદા અલીએ પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે તેમને તેમના જ ઘરમાં બંદી (Anurag Kashyap’s daughter Aaliyah and Imtiaz Ali’s daughter Ida) બનાવીને રાખવામાં આવ્યા હતા. આલિયા ઇન્ટરવ્યૂમાં આ કિસ્સાને જણાવતાં કહ્યું કે ‘અમને એક પ્રકારે કીડનેપ કરવામાં આવ્યા હતા તેવું નહીં કહી શકાય કારણ કે અમે અમારા જ ઘરમાં હતા. અમે એક બંને થઈ રહેલી ચોરીનો ભાગ પણ હતા. મને નહોતું સમજાતું કે આગળ શું થશે કારણ કે અમને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા.”

આલિયા અને ઇદા બાળપણમાં એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. આલિયા અને ઇદાના માતાપિતા અનેક વખત સાથે બહાર જતા હતા, જેથી તેઓ આલિયા અને ઇદાને તેમના જ ઘરમાં આલિયાની નાનીની દેખરેખ હેઠળ રહેતા હતા. મારા અને ઇદાના માતાપિતા જ્યારે પણ બહાર જાય ત્યારે ઇદા મારા ઘરે આવતી હતી અને મારા નાની અમારી સંભાળ લેતા. મારા નાની અમારી સંભાળ રાખતા હતા અને તેમની સાથે અમારા ઘરનું કામ કરતાં એક દિદી તે સમયે અમારા ઘરમાં કામ કરતાં હતા. જોકે આ ટૂંક સમયમાં આ આખી ઘટના એક નાટકીય રીતે ફેરવાઈ ગઈ હતી, એવું આલિયાએ કહ્યું હતું.

આલિયાએ આગળ જણાવતાં કહ્યું કે "અમારા ઘરમાં કામ કરનારી દિદીએ મારા માતાપિતાના ઘરેથી બહાર ગયાના તરત જ બાદ મારા નાનીને એક રૂમમાં બંધ કરી દીધા હતા. દિદીએ મારા અને ઇદાના મોઢા પર ટેપ લગાવીને અમારા હાથને દોરડા વડે એક ખુરશી સાથે બાંધી દીધા હતા. આ દરમિયાન અમે રડતાં રડતાં મોટેથી ચીસો પાડી રહ્યા હતા. અમને એવું લાગી રહ્યું હતું કે તે દિદી અમને મારી નાખશે. જોકે તેઓ માત્ર અમારા ઘરમાં પૈસા અને ઘરેણાંની ચોરી કરવા માટે આ બધું કર્યું હતું.”

જ્યારે આલિયાના ઘરમાં કામ કરતી દિદી આ ચોરી કરી રહી હતી ત્યારે આલિયાની મમ્મી આરતી બાજપાઈ (Anurag Kashyap’s daughter Aaliyah and Imtiaz Ali’s daughter Ida) 15-20 મિનિટમાં જ ઘરે પાછી આવી ગયા હતા. તેઓ કદાચ કઈ વસ્તુ ભૂલી ગયા હતા આ દરમિયાન તેમણે અલિયા અને ઇદાને આવી હાલતમાં જોઈએ તરત જ અનુરાગ કશ્યપ અને ઇદાના પપ્પાને ફોન કરી આ બાબતે જાણ કરી હતી.  આ ઘટનાને યાદ કરતાં આલિયાએ કહ્યું “આ બધુ અમારી માટે ત્રાસજનક હતું, પણ જો અમે આ બધુ મેં એકલું જ સહન કર્યું હોત તો તે વધુ ત્રાસજનક હોત. આ સાથે ઇદા અને આલિયા તેમની સાથે બનેલી ઘટનાને યાદ કરીને અનેક વખત હસે પણ છે.

anurag kashyap imtiaz ali bollywood news bollywood gossips bollywood entertainment news