એક કાર ફાઇવસ્ટાર બર્ગર લેવા માટે રાખવામાં આવે છે

06 June, 2024 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બજેટ ફિલ્મોની નિષ્ફળતા માટે સ્ટાર્સની વિચિત્ર ડિમાન્ડને જવાબદાર ગણાવીને અનુરાગ કશ્યપે કહ્યું...

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપ ફિલ્મોની નિષ્ફળતા માટે સ્ટાર્સની વિચિત્ર ડિમાન્ડ્સને જવાબદાર ગણે છે. છેલ્લા ઘણા સમયથી બૉલીવુડની બિગ બજેટ ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે એ વિશે વાત કરતાં અનુરાગ કહે છે, ‘મેં મારી એક પણ ફિલ્મના સેટ પર એટલી વૅનિટી વૅન્સ નહોતી જોઈ જેટલી મેં ‘સેક્રેડ ગેમ્સ’ના સેટ પર જોઈ હતી. એક વાર આ પ્રકારનું કલ્ચર શરૂ થયું તો પછી એને અટકાવી નથી શકાતું. ટેક્નિલ ક્રૂને હંમેશાં ઇગ્નોર કરવામાં આવતા હતા અને હવે તેમને પૈસા મળી રહ્યા છે. આ યોગ્ય પણ છે. જોકે આ સાથે જ ઘણી અન્ય વસ્તુઓ પણ શરૂ થઈ. આ ક્રૂ અને પૈસા ફક્ત ફિલ્મ પૂરતા નથી રહ્યા. લોકોએ એક વાત સમજવાની જરૂર છે કે આપણે ફિલ્મ બનાવવા આવીએ છીએ નહીં કે હૉલિડે કે પિકનિક મનાવવા. ઘણા પૈસાનો ઉપયોગ ફિલ્મ પાછળ નથી થતો. જો જંગલમાં શૂટ કરવામાં આવી રહ્યું હોય તો એક કારને ત્રણ કલાક દૂર ફક્ત ફાઇવસ્ટાર બર્ગર લેવા માટે મોકલવામાં આવે છે.’

anurag kashyap entertainment news bollywood bollywood news bollywood gossips