23 June, 2021 07:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ડિરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. યૂટ્યૂબ પર તેના વ્લૉગ્સ ખૂબ જ વાયરલ થાય છે. તાજેતરમાં જ અનુરાગ સાથે બનાવેલો તેનો વીડિયો ઘણી ચર્ચામાં છે. જુલાઇ 2020માં તેણે એવો જ એક વીડિયો પોતાની મા સાથે બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે ચાહકોના એવા પ્રશ્નો પૂછ્યા હતા જે તે પોતાની મમ્મીને પૂછતા ડરે છે.
આલિયાએ વીડિયોની શરૂઆતમાં કહ્યું કે, મેં તમને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પ્રશ્નો મોકલવા માટે કહ્યું હતું, જે તમે તમારી મમ્મીને પૂછતાં ડરો છો. તે પ્રશ્નોનો જવાબ મારી મમ્મી તમારી માટે આપશે. આલિયાએ સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો- બ્રેકઅપથી કેમ બહાર આવવું? જવાબમાં તેમની મમ્મીએ કહ્યું- આ જીવનનો એવો ભાગ છે. તમે રડો છો, ખરાબ ફીલ કરો છો. પણ તમે સારા સમયને યાદ કરીને મૂવઑન કરો.
ડેટને લઈને મૉમ્સ શુ વિચારે છે? તેમના પ્રમાણે ડેટિંગની યોગ્ય ઉંમર કઈ છે? આ સવાલના જવાબમાં તેમણે પહેલા કહ્યું- કોઇપણ નહીં. પછી તેમણે કહ્યું ઓછામાં ઓછી 18. કારણકે ત્યાં સુધી તમે કેટલીક વસ્તુઓ એક્સ્પીરિયન્સ કરી શકો છો. થોડા સેન્સિબલ બનો છો. આ વાત પર આલિયાએ કહ્યું જ્યારે હું 18ની હતી ત્યારે ડેટિંગ શરૂ કરી દીધી હતી. જેના જવાબમાં તેની મમ્મીએ કહ્યું કે ત્યારે તું બેબી હતી.
પોતાની ફર્સ્ટ કિસ વિશે જણાવો? આલિયાની માએ કહ્યું, આ વિશે હું વાત નથી કરવા માગતી. પછી આલિયાએ જોર આપીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે 17 વર્ષની ઉંમરે તેણે પહેલી કિસ કરી હતી.
શું તમે ક્યારેય અરેસ્ટ થયાં?
-ના. પછી આલિયાએ પૂછ્યું શું ભારતીય પેરેન્ટ્સ પ્રમાણે લગ્ન પહેલા સુરક્ષિત સેક્સ કરવું યોગ્ય છે? આના પર આલિયાનો મમ્મીએ જવાબ આપ્યો- "તમારે યાદ રાખવું જોઇએ કે દરેક ઍક્શનનું પરિણામ હોય છે. હું કંઇ પ્રોપોગેટ નથી કરતી. આ યોગ્ય વ્યક્તિ સાથે થવું જોઇએ. જ્યારે તમે તૈયાર હોવ ત્યારે થવું જોઇએ."
જો તે પોતાના હાથ કે પગ પર પોતાના બૉયફ્રેન્ડના ચહેરાનો ટેટૂ બનાવે તો તમે શું કરશો?
- "પ્લીઝ ચહેરો ન બનાવો, ખૂબ જ પસ્તાશો." આલિયાએ પૂછ્યું કે તેની મમ્મીએ પહેલીવાર દારૂ ક્યારે પીધો હતો?- જવાબ- 23-24ની ઉંમરમાં.
ટીનએજમાં પોતાના પાર્ટનર સાથે મૂવઇન કરવાને લઈને તમે શું વિચારો છો?- આલિયાની મમ્મીનો જવાબ- "આના પોતાના જ નુકસાન અને ફાયદા છે. ફક્ત એટલા માટે ન કરો કારણકે તમે તેમાં ફિટ થવા માગો છો."
વર્જિનિટી ગુમાવવાની યોગ્ય ઉંમર કઈ? જવાબ- "જેવું મેં હંમેશાં કહ્યું છે કે યોગ્ય વ્યક્તિ સાથે, જ્યારે તમે તૈયાર હોવ, અને જો તમે રાહ જોઇ શકો છો તો પ્લીઝ રાહ જુઓ. તમારે કોઇને પ્રૂવ કરવાની જરૂર નથી."
17 વર્ષની ઉંમરે રિલેશનશિપમાં હોવું યોગ્ય છે? ત્યારે આલિયાની માએ જવાબ આપ્યો કે, "તે વ્યક્તિની પસંદ પર નિર્ભર રાખે છે." શું તમે એક સમયે બે વ્યક્તિના પ્રેમમાં પડ્યાં છો? જવાબ- "મને કોઇ આઇડિયા નથી. આ અટ્રેક્શન હોઇ શકે છે. મને નથી લાગતું કે આ પ્રેમ હોઇ શકે."
જો હું અકસ્માતે પ્રેગ્નેન્ટ થઈ જાઉં તો શું તમે મને સપોર્ટ કરશો? આના પર આલિયાની માએ જવાબ આપ્યો છે કે, "હું કહેવા માગીશ કે પ્લીઝ આવું ન કરો. કારણકે એક બાળકનું થવું ખૂબ જ જૂદું હોય છે. પોતાના જીવનને માણે. તમારા પગભર થાઓ. આ વિશે ન વિચારો. મને લાગે છે કે 30 વર્ષ પહેલા બાળક ન કરવું જોઇએ."
LGBTQ વિશે દેશી પેરેન્ટ્સ શું વિચારે છે? આલિયાની માએ જવાબ આપ્યો કે, "આ દેશમાં અનેક રૂઢિવાદી લોકો છે. મને આનાથી કોઇ જ વાંધો નથી પણ આ મારો પર્સનલ મત છે. મને યાદ છે કે તે મને એકવાર પૂછ્યું હતું કે જો હું એક દિવસ તમને આવીને કહું કે હું ગે હતી. આ અંગે મારો સહજ પ્રતિભાવ હશે કે ઠીક છે. તમારે આ સમજવાની જરૂર છે કે દરેક પેરેન્ટ્સ જુદાં બૅકગ્રાઉન્ડમાંથી આવે છે. આ તેમની માટે મુશ્કેલ હોય છે. કેટલાક ક્યારેય નથી સમજતા તો કેટલાય સમય સાથે સમજી જાય છે અને આને સ્વીકારે પણ છે."