10 December, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેરે પાંચ મહિના બાદ ફરીથી એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું છે. તેમને ખભામાં ઈજા થતાં તેમણે વર્કઆઉટ બંધ કર્યું હતું. ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ ફિલ્મમાં સતત કામ કરે છે અને પોતાને ફિટ રાખવા માટે એક્સરસાઇઝ પણ કરે છે. વર્કઆઉટ કરતો વિડિયો તેમણે શૅર કર્યો છે, જેમાં તેમની પીઠ દેખાય છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘મારી બૅક માટે પાછો ફર્યો છું. ‘વિજય 69’ના શૂટિંગ દરમ્યાન મારા જમણા ખભામાં ફ્રૅક્ચર આવ્યું હતું એટલે મારે પાંચ મહિના માટે વર્કઆઉટ કરવાનું બંધ કરવું પડ્યું હતું. હવે મેં ફરીથી એની શરૂઆત કરી છે એથી પોતાની જવાબદારી સમજીને મારા એ વિડિયોને મેં પબ્લિક ડોમેનમાં મૂકવાનું નક્કી કર્યું. સારી ફિઝિક બનાવવા માટે હું સતત પ્રયાસ કરતો રહીશ. મને શુભેચ્છા અને થોડી સ્ટ્રેંગ્થ આપો. જય હો.’